દેશમાં તમાકુનાં વપરાશથી થતા નુકસાન છતા પ્રદર્શિત થતી જાહેરાતો અટકાવવા જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગણી

0
23
Share
Share

રાજકોટ, તા.૧૨

બાળકોને હાનિકારક તમાકુની ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર આવતી જાહેરાતોથી બચાવવા, જાહેર આરોગ્ય સંસ્થાઓ, શાળાઓ, શિક્ષકો તથા વાલીઓએ ભારત સરકારને આ મુદ્દા વિરુઘ્ધ કાર્યવાહી કરવા સાંસદ દંપતિ રમાબેન માવાણી, રામજીભાઈ માવાણીએ માંગણી કરી છે.

બ્રિટીશ મેડીકલ જનરલમાં તાજેતરમાં થયેલા અભ્યાસ મુજબ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ભારત સરકારના નિયમોનું પાલન ન કરતા તમાકુ વપરાશની જાહેરાતો કર્યા કરે છે. આ અભ્યાસમાં ૧૦ અલગ-અલગ નેટ ફિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર, હુલ્લ પર ઉપલબ્ધ કાર્યક્રમો જોવા મળે છે. આવા કાર્યક્રમોથી બાળકોને તમાકુ વપરાશ માટે પ્રેરવામાં આવે છે. બ્રિટીશ મેડીકલ જનરલના વધુ અભ્યાસ મુજબ તમાકુની જાહેરાતો વધતી જાય છે. આવા કાર્યક્રમ માત્ર ભારતમાં જ નહીં પ્રદેશમાં પણ બનેલા હોય છે. આમાંથી મોટાભાગના કાર્યક્રમ ૧૦ વર્ષની નાના દર્શકો માટે રેટ કર્યા હતા. આમ યુવાનો અને બાળકોને નીશાન કરાય છે. ઘણા બધા કાર્યક્રમો અનેક તમાકુની કંપનીઓ અને તેની અન્ય ઉત્પાદનોનું ઉપયોગ નજીકથી પ્રકાશીત કર્યા છે. આ તમામ કાર્યક્રમોમાં કયાંય તમાકુ વિરુઘ્ધ ચેતવણી, તમાકુના ઉપયોગથી થતી ગેર અસરો આપવામાં આવી નથી. જે નિયમ વિરૂઘ્ધ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની તમાકુ નિયંત્રણ માર્ગદર્શિકાની કલમ-(૧૩) પ્રમાણે એવું સૂચવે છે કે – મનોરંજનના માઘ્યમોએ તમાકુ વિરુઘ્ધ જાહેરાત કરવી પડે. ડબલ્યુ.એચ.ઓ. ના જણાવ્યા મુજબ ભારત આ જરૂરીયાતો પૂર્ણ કરવામાં વૈશ્વિક સ્તરે ઉચ્ચસ્થાન ધરાવે છે. અહિ આ નોંધનીય છે કે ઈન્ડિયન સિગરેટ અને તમાકુ એકટની કલમ-(૫) પ્રમાણે તમાકુ અને તેના ઉત્પાદનોની મનોરંજનના માઘ્યમો  પર જાહેરાત કરવી ગેરકાયદેસર છે. આ નિયમનું ઉલંઘન આ માઘ્યમોમાં સદંતર થતું આવ્યું છે.

કોટપા-૨૦૧૨ ના નિયમો પ્રમાણે તમાકુની જાહેરાત સાથે મનોરંજનના માઘ્યમોએ તમાકુ અથવા તમાકુના ઉત્પાદનો વિરૂઘ્ધ જાહેરાત કરવી અનિવાર્ય છે. આ બધાજ કાર્યક્રમો અથવા ફિલ્મો – જ્યારે સિનેમાઘરો અથવા ટીવીમાં પ્રકાશીત થાય ત્યારે બધા નિયમોનું પાલન થાય છે. પરંતુ આ વાતની ઓ.ટી.ટી. પર વારંવાર ઉલ્લંઘન થતું રહે છે. કે.પી.એમ.જી.ના ૨૦૧૯ ના અહેવાલ મુજબ ભારતમાં ૩૨ કરોડ લોકો ઓ.ટી.ટી.ના માઘ્યમનો ઉપયોગ કરે છે અને દેશનો એક યુવાન આ માઘ્યમો ઉપર સરેરાશ રોજની ૭૦ મીનીટ વિતાવે છે. અત્યારે કોરોનાની મહામારીના સમયમાં, વધારેને વધારે લોકો ઓ.ટી.ટી. માઘ્યમનો ઉપયોગ કરે છે અને અત્યારે સરકાર દ્વારા ઓ.ટી.ટી. ઉપર કોઈ પણ પ્રકારના નિયમો લાદવામાં આવ્યા નથી. આને કારણે યુવા પેઢી તમાકુ ઉત્પાદનોના સેવન કરવા ઉત્સાહી અને પ્રેરીત થાય છે.

આ સુત્રોના જણાવ્યા મુજબ એમ.એચ.એફ.ડબલ્યુ. એ મીનીસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોરર્મેશન ટેકનોલોજીને પત્ર લખી જાણ કરી હતી કે તમાકુની જાહેરાતના નિયમો ઓ.ટી.ટી. પ્લેટફોર્મને પણ લાગુ પડે છે અને તમાકુની જાહેરાત ઉપર કડક પ્રતિબંધ કરવો જોઈએ. આ નિયમ કોટપા-૨૦૦૩ ના નિયમોમાં સમાવિષ્ટ છે. રાજકોટ કેન્સર હોસ્પીટલના ડાયરેકટર ડો.વી.કે.ગુપ્તાના જણાવ્યા મુજબ, ઈલેકટ્રોનિક માઘ્યમો તમાકુની જાહેરાત માટે સ્વેગ સ્વરૂપ બની ચુકયું છે અને સરકારના ફિલ્મ નિયમોની અવગણના થાય છે. અમે સરકારને રજુઆત કરી છે કે આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ કોટપાના નિયમો તુરંત લાગુ કરવા જોઈએ. જેથી બાળકોને હાનીકાર તમાકુની જાહેરાતોથી બચાવી શકાય.

પ્રોફેસર વિરલભાઈ પીપળીયાના જણાવ્યા મુજબ, તમાકુ ઉત્પાદનોનુ ઉપયોગ સીનેમાના અભિનેતા દ્વારા થતું ઉપયોગ જોવુ એ ઘણું આઘાતજનક છે એ હક્કિત છે કે તમાકુ સંબંધની જાહેરાતો જોવાથી યુવાન અને યુવા પુખ્તોમાં તમાકુ સેવન કરવાની ઈચ્છા જાગે છે. જે અત્યારે ઘણું સામાન્ય છે રમાબેન માવાણીની સંસ્થા રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના છેલ્લા અભ્યાસના આંકડા મુજબ ૧૩ થી ૧૫ વર્ષના બાળકોમાં ૧૪.૬% બાળકો તમાકુનું સેવન કરે છે.

આમાથી ૧૧૪ વિદ્યાર્થી ધુમ્રપાન અથવા વિદ્યાર્થીની બાળાઓ ધુમ્રપાન વિનાના તમાકુનુ સેવન કરે છે અને ૩.૭૪ ધુમ્રપાનવાળા તમાકુનું સેવન કરે છે. વોલેન્ટરી ઓર્ગેનાઈજેશ ઈન ઈન્ટરેસ્ટ ઓફ કન્ઝયુમર (વોઈસ), ન્યુ.દિલ્હીના અગ્રણી અસીમ સાન્યાલ વિગેરે દ્વારા આ પ્રકરણે સત્વરે નિર્ણય કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવેદન પત્ર આપવામાં આવેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here