દેશમાં ટીકટોક સહિત ૫૯ ચાઈનીસ એપ્લીકેશન પર પ્રતિબંધ

0
449
Share
Share

નવી દિલ્હી, તા.૨૯

ચીન સાથે એલએસી પર ઘર્ષણ અને ૨૦ જવાનોની શહિદી બાદ બન્ને દેશો વચ્ચે સંબંધમાં ભારે તનાવ સર્જાયો છે અને ચીન તરફથી એક બીજા દેશ વચ્ચે વધુને વધુ સંબંધો વણસતા રહે તેવી હરકતો કરતા જોવા મળે છે. તેવા સમયે કેન્દ્ર સરકારે ખુબજ મહત્વનો નિર્ણય લીધો છે અને ચીનની ૫૯ એપ્લીકેશનો પર પ્રતિબંધ મુકયો છે.

ભારત-ચીન વચ્ચે લડાખનાં ગુલાવન ઘાટીમાં સર્જાયેલી સ્થિતિ બાદ ચીનની હરકતથી ભારે રોષ દેશમાં જોવા મળી રહયો છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ આકરા પગલા લેવાઈ રહયા છે આજે કેન્દ્રની મોદી સરકારે ચીનની ટીકટોક, ઝુમ, વી ચેટ, સેરેલ્ટ, બ્યુલી પ્લસ, લાઈક, હેલો એપ્લી., યુસી બ્રાઉઝર તથા ઝેન્ડર સહિતની ૫૯ ચીનની એપ્લીકેશનો પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુકયો છે જેને દેશવાસીઓએ આવકાર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here