દેશમાં કોરોનાનો હાહાકાર જારી

0
66
Share
Share

૨૪ કલાકમાં ૧૮૫૬૩ કેસ નોંધાયા : સંખ્યા ૫૮૫૪૯૩ થઇ

વધુ ૫૦૭ લોકોના મોત થતા હવે આંકડો વધી ૧૭૪૦૦ સુધી પહોંચી ગઇ

નવી દિલ્હી, તા.૧

કોરોના વાયરસને લઇને જોરદાર આતંક જારી છે. દરરોજ હજારોની સંખ્યામાં કેસો સપાટી પર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે ૫૦૭ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૧૭૪૦૦ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે કોરોના વાયરસના ૨૪ કલાકમાં ૧૮૫૬૩  નવા   કેસ સપાટી પર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે કોરોના દર્દીઓની સંખ્યા વધીને હવે ૫૮૫૪૯૩ સુધી પહોંચી ગઇ છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૨૦૧૧૪ રહેલી છે. જ્યારે કોરોના વાયરસના સકંજામાં આવ્યા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૩૪૭૯૭૯ સુધી પહોંચી ગઇ છે.ગુજરાતમાં કેસોની સંખ્યા ૩૨૫૫૭ સુધી પહોંચી ગઇ છે. દિલ્હીમાં કેસોની સંખ્યા ૮૭૩૬૦ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે સૌથી વધારે અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૧૭૪૭૬૧ રહી છે.  સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કોરોનાના આતંકના કારણે લોકોની હાલત ખરાબ થયેલી છે. કોરોના કેસોમાં રેકોર્ડ ગતિથી વધારાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોના કેસોની સંખ્યામાં દરરોજ ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો  છે.  ભારતમાં હવે દરરોજ ૧૯ હજારથી વધુ કેસો સપાટી પર આવી રહ્યા છે.જીવલેણ  કોરોના વાયરસના કારણે ભારતમાં હાહાકાર જારી છે. કેસો અને મોતના આંકડાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.   કોરોના વાયરસ સામાન્ય રીતે અમારા સ્વસનતંત્ર પર પ્રહાર કરે છે. કોરોના કેસોના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે રાજ્યો હવે સાવધાનીપૂર્વક આગળ વધવા માટે કટિબદ્ધ છે. કારણ કે મંદી વધારે ખતરનાક રીતે વધવાના સંકેત દેખાય છે.  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા કહે છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે હાલત ખરાબ છે. કોવિડ-૧૯ના કારણે  તમામ રાજ્યો મુશ્કેલી અનુભવી રહ્યા છે.ભારતમાં  જે કેસો નોંધાયા છે તે પૈકી મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સૌથી વઘારે છે. રાજ્યમાં કેસોની સંખ્યા દોઢ લાખ થવાની દિશમાં વધી રહી છે. ભારતમાં રિક્વરી રેટમાં હવે સુધારો થઇ રહ્યો છે. ભારતમાં કેસોની સંખ્યામાં વધારો સૌથી ઝડપથી થઇ રહ્યો છે. આ ગતિ રહેશે તો તે અન્ય દેશોને પાછળ છોડીને કેસોના મામલે સૌથી ઉપર પહોંચી જશે. અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે કેસો ભારતમાં હવે નોંધાઇ રહ્યાછે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા દેશમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો કેટલાક રાજ્યોમાં થનાર નથી. દિલ્હીમાં વધારે ઝડપથી કેસો વધી રહ્યા છે.   આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુદા જુદા રાજ્યોમાં કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન,તમિળનાડુ સહિતના રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે. દુનિયાભરમાં સ્વસ્થ થઇ રહેલા લોકોની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે.  પંજાબમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વીકેન્ડ પર ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર,ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૫મી માર્ચના દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ કેટલીક વખત લોકડાઉનના ગાળાને વધારી દેવામાં આવ્યા બાદ હવે અનલોક-૨ની શરૂઆત થઇ ચુકી છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર કઠોર નિયમો લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. સૌથી વધારે મુશ્કેલી હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સર્જાઇ રહી છે. કારણ કે ત્યાં કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે.કોરોના કારણે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.

ભારતમાં કોરોના સ્થિતી

ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે.આજે કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. ભારતમાં કોરોના કેસને લઇને ભારે હાહાકાર જારી છે. કેન્દ્ર સરકારના આંકડા ચિંતા ઉપજાવે  છે. ભારતમાં કોરોનાનુ ચિત્ર નીચે મુજબ છે. જીવલેણ કોરોના વાયરસના કારણે કેસોની સંખ્યામાં દરરોજ જોરદાર ભડકો જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વધુ ૫૦૭ લોકોના મોત થઇ ગયા છે. જેથી કોરોના હાહાકાર જારી રહ્યો છે. ભારતમાં કોરોનાની છેલ્લી સ્થિતી નીચે મુજબ છે.

છેલ્લા ૨૪ કલાકમાં કેસો        ૧૮૫૬૩

કુલ કેસોની સંખ્યા      ૫૮૫૪૯૩

એક્ટિવ કેસો    ૨૨૦૧૧૪

છેલ્લા ૨૪ કલાકમાં મોત        ૫૦૭

કુલ મોતનો આંકડો     ૧૭૪૦૦

રિક્વર લોકો    ૩૪૭૯૭૯

ક્યાં રાજ્યમાં વધુ કેસો

ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. દેશમાં મહારાષ્ટ્રમાં કેસોમાં તમામ રેકોર્ડ તુટી રહ્યા છે. દેશમાં  કેટલા કેસ સપાટી પર આવ્યા છે તે નીચે મુજબ છે.

રાજ્ય   કેસોની સંખ્યા

દિલ્હી  ૮૭૩૬૦

ગુજરાત        ૩૨૫૫૭

મહારાષ્ટ્ર       ૧૭૪૭૬૧

તમિળનાડુ      ૯૦૧૬૭

રાજસ્થાન       ૧૮૦૧૪

બિહાર  ૧૦૦૪૩

ઉત્તરપ્રદેશ      ૨૩૪૯૨

મધ્યપ્રદેશ      ૧૩૫૯૩

બંગાળ ૧૮૫૫૯

કર્ણાટક ૧૫૨૪૨

હરિયાણા       ૧૪૫૪૮

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here