દેશમાં કોરોનાનો હાહાકાર જારી

0
15
Share
Share

૨૪ કલાકમાં જ ૫૭૧૧૭ કેસ સપાટી પર આવતા લોકોમાં ભય
કોરોના મામલાની સંખ્યા ૧૬૯૫૯૮૮ સુધી પહોંચી : ૭૬૪ લોકોના મોત
નવી દિલ્હી, તા.૧
ભારતમાં કોરોના વાયરસે જોરદાર ફુફાડો માર્યો છે. આજે સતત બીજા દેશો રેકોર્ડ અને ચિંતાજનક રીતે નવા કેસો સપાટી પર આવ્યા હતા ગઇકાલે શુક્રવારે ૫૫ હજારથી વધારે કેસો નોંધાયા બાદ આજે શનિવારના દિવસે તેના કરતા પણ વધારે કેસો સપાટી પર આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૭૧૧૭ કેસો સપાટી પર આવ્યા છે. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને હવે ૧૬૯૫૯૮૮ સુધી પહોંચી ગઇ છે. ભારતમા એેક્ટિવ કેસોની સંખ્યા ૫૬૫૧૦૩ નોંધાયેલી છે. કોરોનાના શિકાર થયા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૦૯૪૩૭૪ સુધી પહોંચી ગઇ છે. કોરોનાએ આજે ફરી રેકોર્ડ તોડ્યો હતો. ખતરનાક સાબિત થઇ રહેલા કોરોનાના કારણે હુ સુધી ૩૬૫૧૧ લોકોના મોત થયા છે. વધુ ૭૬૪ દર્દીએ દમ તોડી દીધો છે. દિલ્હી મુંબઇમાં કેસો ઘટી રહ્યા છે પરંતુ હવે બિહાર, યુપી, ઓરિસ્સા, તમિળનાડુ ચિંતા વધારી રહ્યા છે. કોરોના વાયરસ હજુ બેકાબુ છે. કેટલાક રાજ્યોમાં હાલત ખુબ ખરાબ થયેલી છે. જો કે દિલ્હીમા સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસની સ્થિતી દેશમાં બેકાબુ બનેલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે આંકડા જારી કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો કેટલાક રાજ્યોમાં થનાર નથી. દિલ્હીમાં વધારે ઝડપથી કેસો વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુદા જુદા રાજ્યોમાં કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન,તમિળનાડુ સહિતના રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે. ભારતમાં કોવિડ કેસો વધી રહ્યા છે.પંજાબમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વીકેન્ડ પર ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર,ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૫મી માર્ચના દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ કેટલીક વખત લોકડાઉનના ગાળાને વધારી દેવામાં આવ્યા બાદ હવે અનલોક-૨ની શરૂઆત થઇ ચુકી છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર કઠોર નિયમો લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. સૌથી વધારે મુશ્કેલી હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સર્જાઇ રહી છે. કોરોના કેસોનો હાહાકાર જારી છે. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે નોંધાઇ રહી છે. રિક્વરી રેટ વધીને ૬૪ ટકા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે આંકડા જારી કરવામાં આવ્યા હતા. ભારતમાં હવે દરરોજ ૩૫ હજારથી વધુ કેસો સપાટી પર આવી રહ્યા છે. દેશમાં લોકડાઉનખતમ થઇ ગયા બાદ હવે અનલોક-૩ની શરૂઆત ચુકી છે. અનલોકની શરૂઆત થયા બાદ કેટલીક કંપનીઓ કર્મચારીઓ અને મજુરોને લઇને મુશ્કેલી અનુભવી રહી છે.ભારતમાં કેસોમાં ચોક્કસપણે વધારો થઇ રહ્યો છે પરંતુ ભારતમાં પ્રતિ લાખ મોતનો ભારતમાં પ્રતિ લાખ મોતનો આંકડો તમામ દેશો કરતા હવે ઓછો રહ્યો છે.જીવલેણ કોરોના વાયરસના કારણે ભારતમાં હાહાકાર જારી છે. કેસો અને મોતના આંકડાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. વાયરસ સામાન્ય રીતે અમારા સ્વસનતંત્ર પર પ્રહાર કરે છે. કોરોના કેસોના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે રાજ્યો હવે સાવધાનીપૂર્વક આગળ વધવા માટે કટિબદ્ધ છે. પ્રતિ લાખ મોતનો આંકડો તમામ દેશો કરતા હવે ઓછો રહ્યો છે. ભારતમાં સ્થિતી હવે વણસી રહી છે.
ભારતમાં કોરોના સ્થિતી
કોરોના લોકડાઉન : ડે ૧૩૦
ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર જારી રહ્યો છે. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની શરૂઆત થયા બાદ આજે ૧૩૦માં દિવસે પણ રેકોર્ડ સંખ્યામાં કેસો નોંધાયા હતા. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૬૪ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાનુ ચિત્ર નીચે મુજબ છે.
છેલ્લા ૨૪ કલાકમાં કેસો ૫૭૧૧૭
કુલ કેસોની સંખ્યા ૧૬૯૫૯૮૮
છેલ્લા ૨૪ કલાકમાં મોત ૭૬૪
કુલ મોતનો આંકડો ૩૬૫૧૧
કુલરિક્વર લોકો ૧૦૯૪૩૭૪

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here