દેશમાં કોરોનાનો બીજો તબક્કોઃ સાગમટે ૧૦ વેક્સિન ઉપલબ્ધ થઈ શકે…..!

0
15
Share
Share

(જીએનએસઃ હર્ષદ કામદાર)

દેશમાં કોરોના વાયરસે બીજો દોર શરૂ કરી દીધો હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં ૪૫,૫૭૬ નવા કેસ નોંધાયા છે અને ૫૮૫ ના મોત થયા છે. કોરોના કેસોનો કુલ આંક ૮૯ લાખ ૬૦ હજાર થવા તરફ પહોંચી ગયો છે અને કુલ મૃતાક ૧,૩૧,૫૭૮ પહોંચી ગયો છે. ત્યારે દિલ્હીમાં કોરોનાએ આમ પ્રજાને ભયભીત કરી દીધી છે કારણ કે છેલ્લા ૨૪ કલાકમાં ૭,૪૮૬ નવા કેસ તેમજ ૧૩૧ ના મોત થયા છે…ગુજરાતમાં કોરોનાએ વરવુ રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસોમાં સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા ૨૫ કલાકમાં ૧૨૮૧ થી વધુ નવા કેસ નોંધાયા છે અને ૮ ના મૃત્યુ થયા છે.નવા કેસો નોંધાયા તેમા  સુરતમાં ૨૨૪ કેસ, અમદાવાદમાં ૨૨૦, રાજકોટમાં ૧૬૧, વડોદરા ૧૪૨, બનાસકાંઠા ૬૪,ગાંધીનગરમાં ૫૯,મહેસાણામાં ૫૯ કેસો અને અન્ય જિલ્લામાં નવા કેસો નોંધાયા છે. રાજ્યભરમાં ૧૨,૪૫૭ એક્ટીવા કેસોની સધન સારવાર ચાલી રહી છે. કુલ કોરોના કેસનો આક ૧,૯૧,૬૪૩ પર પહોંચી ગયો છે અને મૃતાંક ૩૮૨૩ થયો છે.  સૌથી મોટી બાબત એ બની રહી છે કે કોરોના વેક્સિનની આજ સુધી શોધ થઈ  નથી છતાં કોરોના સામેનો જંગ ૧,૭૫,૩૬૨ લોકો જીતી ગયા છે…

વિશ્વભરમાં ૫,૬૨,૫૦,૭૬૪ કેસ નોંધાયા છે અને મૃતાક૧૩, ૪૯, ૪૦૨ પહોંચી ગયો છે. ગુજરાત સરકારે નવેમ્બર તા ૨૩ થી શાળાઓ ખોલવાનો  નિર્ણય કર્યો છે તે સાથે માર્ગદર્શિકા જાહેર કરીને ધોરણ ૯ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સપ્તાહમાં ત્રણ-ત્રણ દિવસ અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું છે. ત્યારે અમદાવાદમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને કારણે અમદાવાદ મેડિકલ એસોસિએશનના નિષ્ણાત ડૉક્ટરોએ સુચન કર્યું છે કે શાળાઓ ખોલવા પૂનઃ વિચારણા કરવામાં આવે અને ડિસેમ્બરમાં શાળાઓ ખોલવા સલાહ આપી છે……ત્યારે  નોંધનીય બાબતો એ છે કે આંધ્રમાં શાળાઓ શરૂ કર્યાના ચોથા દિવસે ૬૬૮ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝેટીવ નીકળ્યા…. હરિયાણામાં ૧૨ શાળાઓમાં કોરોના એ ડુબાડો માર્યો જેમાં ૭૨ વિદ્યાર્થી તેની ચપેટમાં આવી ગયા છે. જ્યારે ૧૫ દિવસમાં ૧૪૯ બાળકો અને ૧૨ શિક્ષકો કોરોના સંક્રમિત થઈ ગયા….. જે બાબતને સરકારે ધ્યાનમાં લઈને શાળાઓ ખોલવા બાબતે ઉતાવળ કરવાની જરૂર નથી તેવી વાલીઓમાં સવાલી ચર્ચાઓ ઉઠવા પામી છે…..!

ગુજરાતમાં કોરોનાનો બીજો તબક્કો શરુ થતા પહેલાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળતા આઠેય બેઠક ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા તેમની શપથ વિધી ગુરુવારે વિધાનસભા સંકુલ ખાતે વિજય મુહૂર્તમાં યોજાઈ હતી ત્યારે અનેક ટેકેદારો, કાર્યકરોએ માસ્ક તથા ડિસ્ટન્સ જાળવવાનું પાલન જ કર્યું ન હતુ…. મતલબ કોરોના રાજકારણીઓથી દૂર રહે છે. દરમિયાન વિશ્વભરમાં કોરોના વેક્સિન શોધવા માટે અનેક વૈજ્ઞાનિકોની ટીમો કાર્યરત છે તેમાં ત્રીજા આખરી તબક્કામાં ૧૦ વેક્સિન સફળ થવા પર પહોંચી ગઇ છે અને ટૂંક સમયમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. જે ૧૦ કોરોના વેક્સન છે તેમાં ફાઈબર મ્દ્ગ્‌ ૧૬૨,મોર્ડર્ના દ્બઇદ્ગછ ૧૨૭૩, છઙ્ઘ૫-હર્ઝ્રદૃ ૨૩૭૩, સ્પૂતનિક-ફ અને સાઈનો ફાર્મા ઉૈંમ્ઁ. નામની આ કોરોના વેક્સિનની આખરી તબક્કામાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે અને સફળ થવા પર છે પછીથી  તેનું જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઈ જશે અને વિશ્વના દેશોને ઉપલબ્ધ થશે તેવો વિશ્વાસ વિશ્વના દેશોમાં  ફરી વળ્યો છે……!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here