દેશમાં કોરોનાનો પ્રકોપઃ ૨૪ કલાકમાં ૭૪૬૬ કેસો, ૧૭૫ના મોત

0
88
Share
Share

કુલ સંક્રમિતોનો આંકડો ૧.૬૫ લાખને પાર,મૃત્યુઆંક ૪૭૦૬એ પહોંચ્યોઃ કુલ ૮૯,૯૮૭ એક્ટિવ કેસ, રિકવરી દર વધીને ૪૨.૮૮ ટકા સુધી પહોંચ્યો,૭૧૧૦૫ દર્દી સાજા થયા

દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે ૧૦૨૪ સંક્રમિત મળ્યા, ૧૩ના મોત, ૨૩૧ સાજા થયા

સૌથી વધારે કેસમાં મહારાષ્ટ્ર પહેલા, તમિલનાડૂ બીજા અને દિલ્હી ત્રીજા અને ગુજરાત ચોથા ક્રમ પર

નવી દિલ્હી,તા.૨૯

કોરોના વાયરસના સંક્રમણની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે આજે શુક્રવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં  સમગ્ર દેશમાં  કોરોનાના ૭૪૬૬ નવા કેસ સામે આવ્યા છે. જે અત્યારસુધીમાં ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધારે છે. એ જ રીતે છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૧૭૫ લોકેના મોત થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક વધીને ૪,૭૦૬ પર પહોંચી ગયો છે. ભારત હવે કોરોના  સંક્રમણના કેસમાં એશિયામાં પ્રથમ સ્થાને  અને દુનિયામાં ૯મા સ્થાને પહોંચી ગયું છે.

ભારતમાં કોરોના લોકડાઉન-૪ની મુદત પૂરી થવામાં છે. ૩૧ મેના રોજ લોકડાઉન-૪ પૂર્ણ થયા બાદ તેમાં વધારો કરવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેમાં વધારે છૂટછાટ આપવાની સંભાવના વચ્ચે રેજેરોજ કોરોનાના કેસો વધી રહ્યાં છે. એક જ દિવસમાં ૭ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હોય તેવુ બીજી વાર બન્યુ છે. અને ૬ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હોય તેવું છેલ્લાં એક સપ્તાહથી થઇ રહ્યું છે. એક તરફ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ લોકડાઉન-૫ની જાહેરાત વખતે વધુ છૂટછાટો અપાશે તો હજુ કેસો વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. અલબત્ત, કેન્દ્ર સરકાર પાસે અર્થતંત્રને ધમધમતુ કરવા માટે લોકડાઉનમાં વધારે છૂટછાટો આપવા સિવાય અન્‌ યકો ઇ વિકલ્પ પણ નથી. તેથી કડક નિયમો સાથે લોકડાઉન-૫ જાહેર થવાની શકયતા છે.

કેસોની વિગતો પ્રમાણે,  એ સાથે જ દેશમાં કોરોનાના  કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧,૬૫,૭૯૯ થઈ ગઈ છે. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ  અનુસાર ગુરૂવારે  કોરોનાએ ૧૭૫ લોકોનો ભોગ લીધો હતો. એ સાથે કુલ મૃત્યુઆંક ૪૭૦૬નો થયો છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર ૪૨.૮૮ ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૭૪૬૬ નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો ૧૬૫૭૯૯ સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૧૪ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

દેશમાં અત્યારે ૮૯૯૮૭ પોઝીટીવ કેસ છે. જ્યારે  ૭૧૧૦૫ દર્દી સાજા થઈ ઘરે પહોંચ્યા છે. દેશમાં સંક્રમણથી અત્યાર સુધીમાં ૪૭૦૬ દર્દીઓના મોત થયા છે. જેમા સૌથી ૧૭૯૨ દર્દીઓના મોત મહારાષ્ટ્રમાં, ૯૧૫ ગુજરાતમાં, મ.પ્રદેશમાં ૩૦૫, દિલ્હીમાં ૨૮૮ અને પ.બંગાળમાં ૨૮૩ના મોત થયા છે.

રાજસ્થાન અને યુપીમાં ૧૭૦ના મોત થયા છે તો તામીલનાડુમાં  ૧૨૭, આંધ્ર અને તેલંગણામાં ૫૭ના મોત થયા છે. કોવિડ-૧૯ને કારણે કર્ણાટકમાં ૪૪, પંજાબમાં ૪૦, જમ્મુ કાશ્મીરમાં ૨૪, હરીયાણામાં ૧૭, બિહારમાં  ૧૩, ઓડિસામાં ૭, કેરળમાં ૬, હિમાચલમાં ૫, ઝારખંડ-ઉતરાખંડ-ચંડીગઢ અને આસામમાં ૪ – ૪ ના મોત થયા છે. મેઘાલયમાં ૧નુ મોત થયુ છે. મુંબઈમાં ગઈકાલે  ૧૪૩૮ નવા કેસ સામે આવતા કુલ આંકડો ૩૫૦૦૦ ઉપર પહોંચ્યો છે. વધુ ૩૮ લોકોના મોત થતા કુલ મૃત્યુ ૧૧૦૦થી વધુના થયા છે.  તમામ પ્રયાસો છતા ભારતમાં  કોરોના કાબુમાં આવતો જ નથી. કેસ વધે છે એટલુ જ નહિ મોતની સંખ્યા પણ વધી રહી છે. પાછલા ૭ દિવસમાં રોજ સરેરાશ ૧૫૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતે મોતના મામલે ચીનને પણ પાછળ રાખી દીધુ છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here