દેશમાં કોરોનાના ૪.૫૬ લાખ કેસ

0
17
Share
Share
  • કોરોના તાંડવ યથાવત જારી : વધુ ૧૫૬૯૮ કેસો આવતા ખળભળાટ
  • ૨૪ કલાકમાં વધુ ૪૬૫ના મોત : મૃત્યુઆંક ૧૪૪૭૬ : ૨૫૮૬૮૫ સ્વસ્થ

નવી દિલ્હી, તા.૨૪

ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. દરરોજ કેસો અને મોતના આંકડામાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ સંખ્યામાં ૧૫૬૯૮ નવા કેસો સપાટી પર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૪૫૬૧૮૩ સુધી પહોંચી ગઇ છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં ૧૮૩૦૨૨ રહેલી છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને ૨૫૮૬૮૫ સુધી પહોંચી ગઇ છે. દેશમાં કોરોનાના કારણે  વધુ ૪૬૫ લોકો લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૧૪૪૭૬ સુધી પહોંચી ગયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુદા જુદા રાજ્યોમાં કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન,તમિળનાડુ સહિતના રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે. મહારાષ્ટ્રમાં તો કેસોની સંખ્યા વધીને ૧૩૯૦૧૦ સુધી પહોંચી ગઇ છે. સાથે સાથે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૪૮ લોકોના મોત થયા છે. આની સાથે જ રાજ્યમાં મોતનો આંકડો હવે વધીને ૬૫૩૧ સુધી પહોંચી ગયો છે.  દુનિયાભરમાં સ્વસ્થ થઇ રહેલા લોકોની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આંકડા હવે જારી કરવામાં આવ્યા છે. પંજાબમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વીકેન્ડ પર ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર,ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૫મી માર્ચના દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ કેટલીક વખત લોકડાઉનના ગાળાને વધારી દેવામાં આવ્યા બાદ હવે અનલોક-૧ની શરૂઆત થઇ ચુકી છે. કોરોના કેસોમાં રેકોર્ડ ગતિથી વધારાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોના કેસોની સંખ્યામાં દરરોજ ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો  છે.  ભારતમાં હવે દરરોજ ૧૨ હજારથી વધુ કેસો સપાટી પર આવી રહ્યા છે. દેશમાં લોકડાઉન ખતમ થઇ ગયા બાદ હવે અનલોક-૧ની શરૂઆત ચુકી છે. અનલોકની શરૂઆત થયા બાદ કેટલીક કંપનીઓ કર્મચારીઓ અને મજુરોને લઇને મુશ્કેલી અનુભવી રહી છે.ભારતમાં કેસોમાં ચોક્કસપણે વધારો થઇ રહ્યો છે પરંતુ ભારતમાં પ્રતિ ૧૦ લાખ મોતનો આંકડો તમામ દેશો કરતા હવે ઓછો રહ્યો છે.જીવલેણ  કોરોના વાયરસના કારણે ભારતમાં હાહાકાર જારી છે. કેસો અને મોતના આંકડાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.   કોરોના વાયરસ સામાન્ય રીતે અમારા સ્વસનતંત્ર પર પ્રહાર કરે છે. કોરોના કેસોના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે રાજ્યો હવે સાવધાનીપૂર્વક આગળ વધવા માટે કટિબદ્ધ છે. કારણ કે મંદી વધારે ખતરનાક રીતે વધવાના સંકેત દેખાય છે.  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા કહે છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે હાલત ખરાબ છે. કોવિડ-૧૯ના કારણે  તમામ રાજ્યો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ભારતમાં કોરોનાથી રિક્વરી રેટ  સુધરીને  ૫૪.૧  ટકા કરતા વધારે સુધી પહોંચી ગયો છે.  જ્યારે ડેથ રેટ ૩.૩ ટકા છે. પરંતુ કેસોમાં વિસ્ફોટ જારી રહ્યો છે.  મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. દિલ્હીમાં પણ કેસોની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી રહી છે.  ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ઉફરી એકવાર કઠોર નિયમો લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. સૌથી વધારે મુશ્કેલી હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સર્જાઇ રહી છે. કારણ કે ત્યાં કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે.કોરોના કારણે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કોરોનાના આતંકના કારણે લોકોની હાલત ખરાબ થયેલી છે.  પશ્ચિમ બગાળમાં ઓલ પાર્ટી મિટિંગ યોજાઇ રહી છે. બગાળમાં હજુ સુધી ૧૪૦૦૦થી વધારે કોરોના કેસ નોંધાઇ ચુક્યા છે. કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો કેટલાક રાજ્યોમાં થનાર નથી. દિલ્હીમાં વધારે ઝડપથી કેસો વધી રહ્યા છે.

ક્યાં રાજ્યમાં વધુ કેસો

ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. દરરોજ કેસો અને મોતના આંકડામાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ સંખ્યામાં ૧૫૬૯૮ નવા કેસો સપાટી પર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૪૫૬૧૮૩ સુધી પહોંચી ગઇ છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં ૧૮૩૦૨૨ રહેલી છે.  ક્યાં રાજ્યમાં કેટલા કેસ સપાટી પર આવ્યા છે તે નીચે મુજબ છે.

છેલ્લા ૨૪ કલાકમાં કેસો           ૧૫૬૯૮

કુલ કેસોની સંખ્યા                 ૪૫૬૧૮૩

એક્ટિવ કેસો                       ૧૮૩૦૨૨

છેલ્લા ૨૪ કલાકમાં મોત            ૪૬૫

કુલ મોતનો આંકડો                 ૧૪૪૭૬

 

ક્યાં રાજ્યમાં વધુ કેસો

ભારતમાં કોરોના તાંડવ જારી છે. કેસોમાં વિસ્ફોટ થઇ રહ્યો છે.   સૌથી વધારે મુશ્કેલી હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સર્જાઇ રહી છે. કારણ કે ત્યાં કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ક્યાં રાજ્યમાં કેટલા કેસ સપાટી પર આવ્યા છે તે નીચે મુજબ છે.

રાજ્ય          કેસોની સંખ્યા

દિલ્હી          ૬૬૬૦૨

ગુજરાત        ૨૮૩૭૧

મહારાષ્ટ્ર       ૧૩૯૦૧૦

તમિળનાડુ      ૬૪૬૦૩

રાજસ્થાન       ૧૫૬૨૭

બિહાર           ૮૧૫૩

ઉત્તરપ્રદેશ      ૧૮૮૯૩

મધ્યપ્રદેશ      ૧૨૨૬૧

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here