દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને અનુરૂપ કાયદા ઘડવાની ભલામણ

0
25
Share
Share

સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનમાં ખાનગી ક્ષેત્રને પણ સંપૂર્ણ તક આપવા, કેન્દ્રને રાજ્યો સાથે નિકટ રહીને કામ કરવા વડાપ્રધાનની તરફેણ
નવી દિલ્હી, તા.૨૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ આયોગની બેઠકને સંબોધતા દેશમાં સદીઓ જૂના કાયદાઓને બદલીને દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે અનુરૂપ કાયદા ઘડવાની તેમજ દેશને વધુ આગળ વિકાસના પથ પર લઈ જવાની તરફેણ કરી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ આર્થિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કરવું પડશે તેમ જણાવ્યું હતું.
સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનમાં ખાનગી ક્ષેત્રને પણ સંપૂર્ણ તક મળવાની તરફેણ વડાપ્રધાને નીતિ આયોગની ગર્વનિંગ કાઉન્સિલ બેઠકને સંબોધતા જણાવ્યું હતું. રાષ્ટ્રના વિકાસ માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે નિકટ રહીને કામ કરવું જોઈએ. સરકારે ખાનગી ક્ષેત્રને યોગ્ય સમ્માન અને તક પુરી પાડીને આર્થિક પ્રગતિમાં તેને સહભાગી થવા દેવું જોઈએ.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે કેન્દ્રીય બજેટ ૨૦૨૧-૨૨ને મળેલો સકારાત્મક પ્રતિસાદ દર્શાવે છે કે દેશ હવે વિકાસના પથ પર આગળ વધવા માંગે છે અને વધુ ઝડપથી આગળ ધપવા ઈચ્છે છે. સરકાર દ્વારા લેવાયેલા પગલાંની મદદથી પ્રત્યેક લોકોને રાષ્ટ્રનિર્માણમાં તક મળી શકશે. કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, દેશમાં ખાદ્ય તેલની આયાત નિર્ભરતા ઘટાડવા પ્રયાસ કરવો જોઈએ. આ માટે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પુરું પાડવું પડશે. આયાત નિર્ભરતા ઘટાડીને બચતી રકમ ખેડૂતોને આપવાનો પ્રયાસ થવો જોઈએ. ટેક્નોલોજીના યુગમાં લોકો પર ફરજ પાડવાનું ભારણ ઓછું કરવું જોઈએ અને રાજ્યોએ નિયમનો ઘટાડવા કમિટીનું ગઠન કરવું જોઈએ તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ. શનિવારે સવારે ૧૦ઃ૩૦ કલાકે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીતિ આયોગની ગવર્નિંગકાઉન્સિલની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકના એજન્ડામાં કૃષિ, પાયાના માળખા, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, જમીની સ્તરે સેવા વિતરણ તથા સ્વાસ્થ્ય અને પોષણ પર વિચાર-વિમર્શનો સમાવેશ થાય છે. બેઠકમાં પાછલી બેઠકના એજન્ડા પર જે પગલાં ભરવામાં આવ્યા હોય તેની પણ સમીક્ષા કરાઈ હતી.
બેઠકમાં કેન્દ્ર સરકાર પાયાના માળખા, નિકાસ, સ્વાસ્થ્ય, શિક્ષા ઉપરાંત તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટને લઈ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. વડાપ્રધાન મોદી તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વિકાસસંબંધી તમામ મુદ્દે ચર્ચા કરી.
નીતિ આયોગની બેઠકમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા થવાની હતી પરંતુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તેમની તબિયત અસ્વસ્થ હોવાના કારણે બેઠકમાં સામેલ નહીં થાય તેવા અહેવાલ છે. તેમના બદલે પંજાબના નાણા મંત્રી મનપ્રીત સિંહ બાદલ આ બેઠકમાં સામેલ થયા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નીતિ આયોગની બેઠકમાં સામેલ થયા નહતા.

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠક

વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશનો મૂડ શું છે તેની જાણ થઈ ગઈ છે

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠક વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઈ હતી. ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા (ઇઝ ઓફ ડુઈંગ) અને આર્થિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર-રાજ્યોએ એકસાથે મળીને કામ કરવાની જરૂર છે. ખાનગી ક્ષેત્રને આત્મનિર્ભર ભારત કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પૂરતી તક અપાવવી જોઈએ, એમ વડા પ્રધાને કહ્યું હતું. કેન્દ્રીય બજેટની સકારાત્મક પ્રતિક્રિયા ‘મૂડ ઓફ ધ નેશન’ જણાવે છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું. કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે  ખાદ્ય તેલ જેવી કૃષિ ચીજવસ્તુઓના ઉત્પાદન અને એની આયાત ઘટાડવા માટે પ્રયાસ કરવા જોઈએ, જેથી ખેડૂતોને લાભ થાય.કૃષિપ્રધાન દેશ હોવા છતાં રૂ. ૬૫,૦૦૦-૭૦૦૦૦ કરોડના ખાદ્ય તેલની આયાત બહારથી કરવી પડે છે. આપણે આ બંધ કરી શકીએ છીએ અને આ ખેડૂતોના ખાતામાં નાણાં જઈ શકે છે. આ પૈસાના હકદાર ખેડૂતો છે, પણ આના માટે ખેડૂતોને માર્ગદર્શન આપવું જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેન્ક ખાતા ખોલવામાં, રસીકરણ અને આરોગ્યની સુવિધામાં વધારો, મફત વીજ જોડાણ અને મફત ગેસ કનેક્શનથી ગરીબોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે.

કોરોના કાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કર્યું, જેનાથી દેશ સફળ થયો. ભારતના વિકાસનો પાયો એ છે કે કેન્દ્ર અને રાજ્યો એકસાથે કામ કરી રહ્યાં છે. અને કોઓપરેટિવ ફેડરલિઝમને વધુ સક્ષમ બનાવે છે. આપણે માત્ર રાજ્યો નહીં, પણ જિલ્લામાં પણ પ્રતિસ્પર્ધી, કોઓપરેટિવ ફેડરલિઝમ લાવવાના પ્રયાસ કરવા પડશે, એમ તેમણે કહ્યું હતું. બેઠક સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જયારે દેશ પોતાની આઝાદીના ૭૫ વર્ષ પુરા કરવા જઈ રહ્યો છે ત્યારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક વધુ મહત્વપૂર્ણ થઇ ગઈ છે. હું રાજ્યોને આગ્રહ કરું છુ કે આઝાદીના ૭૫ વર્ષ માટે પોત-પોતાના રાજ્યમાં સમાજના તમામ લોકોને જોડી સમિતીયોનુ નિર્માણ થાય.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે એ પણ જોઈ રહ્યા છીએ કે કેવી રીતે દેશમાં પ્રાઈવેટ સેક્ટર, દેશની આ વિકાસ યાત્રામાં વધુ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. સરકાર તરીકે અમારે આ ઉત્સાહનો પ્રાઈવેટ સેક્ટરની ઉર્જાનું સન્માન પણ કરવાનું છે. અને તેને આત્મનિર્ભર ભારત અભિયાનમાં એટલો જ અવસર પણ આપવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે, ;આપણને કૃષિ પ્રધાન દેશ કહેવાતા છતાં આજે ૬૫૦૦૦-૭૦૦૦૦ કરોડ ખાદ્ય પદાર્થ આપણે બહારથી લઈએ છે. આપણે એ બંધ કરી શકીએ છીએ, આપડા ખેડૂતના ખાતામાં પૈસા જઈ શકે છે. આ પૈસાના હકદાર આપણા ખેડૂત છે પરંતુ એના માટે યોજના એવી બનાવવી પડશે. એના માટે ખેડૂતોને ગાઈડ કરવાની જરૂરત છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here