દેશમાં આજે ૧૯ હજારથી વધુ કેસ સપાટીએ

0
47
Share
Share
  • વધુ મોત સાથે દેશમાં મોતનો આંકડો વધીને ૧૬૪૭૫ સુધી પહોંચ્યો
  • એક્ટિવ કેસોની સંખ્યા બે લાખ ૧૦ હજાર : મહારાષ્ટમાં સૌથી વધારે કેસો

નવી દિલ્હી, તા.૨૯

ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. દેશમાં આજે સતત બીજા દિવસે ૧૯ હજારથી વધારે કેસો સપાટી પર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા  પાંચ લાખ ૪૯ હજાર ૪૮ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૧૬૪૮૭ સુધી પહોંચી ગયો છે. ત્રણ લાખ ૨૦ હજાર લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કેસોની સંખ્યામાં વધારો સૌથી ઝડપથી થઇ રહ્યો છે. આ ગતિ રહેશે તો તે અન્ય દેશોને પાછળ છોડીને કેસોના મામલે સૌથી ઉપર પહોંચી જશે. અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે કેસો ભારતમાં હવે નોંધાઇ રહ્યાછે. મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસની સંખ્યા દેશમાં સૌથી વધારે છે. ભારતમાં કેસોની સંખ્યા ૫૪૮૩૧૮ સુધી પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો કેટલાક રાજ્યોમાં થનાર નથી. દિલ્હીમાં વધારે ઝડપથી કેસો વધી રહ્યા છે.   આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુદા જુદા રાજ્યોમાં કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન,તમિળનાડુ સહિતના રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે. દુનિયાભરમાં સ્વસ્થ થઇ રહેલા લોકોની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે.  પંજાબમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વીકેન્ડ પર ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર,ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૫મી માર્ચના દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ કેટલીક વખત લોકડાઉનના ગાળાને વધારી દેવામાં આવ્યા બાદ હવે અનલોક-૧ની શરૂઆત થઇ ચુકી છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર કઠોર નિયમો લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. સૌથી વધારે મુશ્કેલી હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સર્જાઇ રહી છે. કારણ કે ત્યાં કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે.કોરોના કારણે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કોરોનાના આતંકના કારણે લોકોની હાલત ખરાબ થયેલી છે. રાષ્ટ્રીય પાટનગર  દિલ્હીમાં કેસોની સંખ્યા ૭૭૨૪૦ સુધી પહોંચી ગઇ છે. કોરોના કેસોમાં રેકોર્ડ ગતિથી વધારાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોના કેસોની સંખ્યામાં દરરોજ ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો  છે.  ભારતમાં હવે દરરોજ ૧૯ હજારથી વધુ કેસો સપાટી પર આવી રહ્યા છે. દેશમાં લોકડાઉન ખતમ થઇ ગયા બાદ હવે અનલોક-૧ની શરૂઆત ચુકી છે. અનલોકની શરૂઆત થયા બાદ કેટલીક કંપનીઓ કર્મચારીઓ અને મજુરોને લઇને મુશ્કેલી અનુભવી રહી છે.ભારતમાં કેસોમાં ચોક્કસપણે વધારો થઇ રહ્યો છે પરંતુ ભારતમાં પ્રતિ લાખ મોતનો આંકડો તમામ દેશો કરતા હવે ઓછો રહ્યો છે.જીવલેણ  કોરોના વાયરસના કારણે ભારતમાં હાહાકાર જારી છે. કેસો અને મોતના આંકડાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.   કોરોના વાયરસ સામાન્ય રીતે અમારા સ્વસનતંત્ર પર પ્રહાર કરે છે. કોરોના કેસોના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે રાજ્યો હવે સાવધાનીપૂર્વક આગળ વધવા માટે કટિબદ્ધ છે. કારણ કે મંદી વધારે ખતરનાક રીતે વધવાના સંકેત દેખાય છે.  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા કહે છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે હાલત ખરાબ છે. કોવિડ-૧૯ના કારણે  તમામ રાજ્યો મુશ્કેલી અનુભવી રહ્યા છે.ભારતમાં  જે કેસો નોંધાયા છે તે પૈકી મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા સૌથી વઘારે છે. રાજ્યમાં કેસોની સંખ્યા દોઢ લાખ થવાની દિશમાં વધી રહી છે. ભારતમાં રિક્વરી રેટમાં હવે સુધારો થઇ રહ્યો છે. રિક્વરી રેટ વધીને ૫૮.૫ ટકા સુધી પહોંચી ગયો છે. વિશ્વમાં ૧.૧ કરોડ કેસો નોંધાઇ ચુક્યા છે. જ્યારે પાંચ લાંખ કરતા વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦ મોત થયા છે.

 

ભારતમાં કોરોના સ્થિતી

ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. દેશમાં આજે સતત બીજા દિવસે ૧૯ હજારથી વધારે કેસો સપાટી પર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા  પાંચ લાખ ૪૯ હજાર ૪૮ સુધી પહોંચી ગઇ છે. જ્યારે મોતનો આંકડો વધીને ૧૬૪૮૭ સુધી પહોંચી ગયો છે. ત્રણ લાખ ૨૦ હજાર લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કેસોની સંખ્યામાં વધારો સૌથી ઝડપથી થઇ રહ્યો છે. આ ગતિ રહેશે તો તે અન્ય દેશોને પાછળ છોડીને કેસોના મામલે સૌથી ઉપર પહોંચી જશે. ભારતમાં કોરોનાનુ ચિત્ર નીચે મુજબ છે.

છેલ્લા ૨૪ કલાકમાં કેસો        ૧૯૪૫૯

કુલ કેસોની સંખ્યા      ૫૪૮૩૧૮

એક્ટિવ કેસો    ૨૦૩૦૫૧

છેલ્લા ૨૪ કલાકમાં મોત        ૩૮૦

કુલ મોતનો આંકડો     ૧૯૪૫૯

રિક્વર લોકો    ૩૦૯૭૧૩

 

ક્યાં રાજ્યમાં વધુ કેસો

ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. ભારતમાં કોરોના તાંડવ યથાવતરીતે જારી છે. દેશમાં મહારાષ્ટ્રમાં કેસોમાં તમામ રેકોર્ડ તુટી રહ્યા છે. દેશમાં  કેટલા કેસ સપાટી પર આવ્યા છે તે નીચે મુજબ છે.

રાજ્ય   કેસોની સંખ્યા

દિલ્હી  ૮૩૦૭૭

ગુજરાત        ૩૦૦૯૫

મહારાષ્ટ્ર       ૧૬૪૬૨૬

તમિળનાડુ      ૮૨૨૭૫

રાજસ્થાન       ૧૬૯૯૪

બિહાર  ૮૯૩૧

ઉત્તરપ્રદેશ      ૨૦૯૪૩

મધ્યપ્રદેશ      ૧૨૯૬૫

બંગાળ ૧૬૭૧૧

કર્ણાટક ૧૧૯૨૩

હરિયાણા       ૧૩૪૨૭

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here