દેશમાં આંદોલનકારોની અટકાયત તેમના શબ્દોને લીધે થઈ છેઃ થરૂર

0
17
Share
Share

પૂણે,તા.૧૭

કોંગ્રેસના નેતા શશી શરૂરે શનિવારે જણાવ્યું કે ચળવળકાર વરવરા રાવ, સુધા ભારદ્વાજ અને આનંદ તેલતુંબડે સહિતના મોટાભાગના લોકોની તેમના શબ્દોને કારણે અટકાયત કરવામાં આવી છે. આ લોકોએ કોઈની સાથે મારપીટ નથી કરે કે તેઓ બંદૂક પણ ધરાવતા નથી. થરૂરે વધુમાં જણાવ્યું કે શબ્દો અને વિચારો સત્તા અને અધિકારો કરતા વધુ સમય સુધી ટકી શકે છે.

થીરુવનંતપુરમના સાંસદ અને સંખ્યાબંધ પુસ્તકોના લેખક થરૂર સિમ્બાયોસિસ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના લિટરરી ફેસ્ટિવલમાં વીડિયો કોન્ફરન્સિંગથી સંવાદ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, જ્યારે હું શાળામાં હતો, ત્યારે મેં શીખ્યું હતું કે પેન એક તલવાર કરતા પણ શક્તિશાળી હોય છે (પેન ઈઝ માઈટિયર ધેન સ્વોર્ડ). વર્તમાનમાં સમયમાં આપણા દેશમાં રાજકારણ અને ભાષણોએ તેનું સ્થાન લઈ લીધું છે. હવે હું અગાઉના ભણતર પર ખાતરી નથી થતી.

મને કહેતા દુઃખ થશે પરંતુ શબ્દો અને વિચારો સત્તા અને અધિકારો કરતા વધુ સમય ટકી શકે છે. સત્તા અને અધિકાર ટૂંકા ગાળા માટે શબ્દોને કચડી શકે છે તેમ કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું.

આપણે જોયું છે કે વરવરા રાવ, વેર્નોન ગોન્ઝાલ્વીઝ, સુધા ભારદ્વાજ અને આનંદ તેલતુંબડે સહિતના લોકોની તેમણે વ્યક્ત કરેલા શબ્દો બદલ અટકાયત કરાઈ છે. આ લોકો પૈકી કોઈપણ એક પથ્થર ફેંકવા જેટલું દોષી નથી. તેમણે કોઈના પર હુમલો કર્યો નથી કે તેઓ બંદૂક પણ ધરાવતા નથી. આ બધું શબ્દોને લીધે થયું છે. તો વર્તમાન સમયમાં પેન તલવાર કરતા શક્તિશાળી કેવી રહી રહી શકે જો એ પેન સરકારની મરજીથી ચલાવવામાં આવતી હોય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here