દેશભરમાં આંચકા: વૈજ્ઞાનિકોમાં ચિંતાનુ મોજું

0
63
Share
Share

દેશના તમામ ભાગોમાં આંચકાથી ભયનુ મોજુ

જમીનમાં ચાલી રહેલી પ્રવૃતિઓને લઇને વૈજ્ઞાનિકો સક્રિય

નવી દિલ્હી,તા. ર૯

ઉત્તર ભારત અને પૂર્વોતર રાજ્યોમાં હાલમાં સતત આંચકા આવી રહ્યા છે. જેના કારણે વૈજ્ઞાનિકોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. જમીનની અંદર સતત ભૂગર્ભ પ્રવૃતિઓ ચાલી રહી છે. જેના કારણે ભય અકબંધ છે. હાલમાં ગુજરાત સહિત, દેશના ંમોટા ભાગના વિસ્તારોમાં દરરોજ કોઇને કોઇ જગ્યાએ હળવી તીવ્રતાના આંચકા આવ્યા છે. જેના લીધે વૈજ્ઞાનિક સમુદાયમાં વધારે અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.મેઘાલય, ત્રિપુરા, હરિયાણા, દિલ્હી, એનસીઆર અને આસામમાં હાલમાં આંચકા આવી ચુક્યા છે. ગુજરાતમાં પણ આ મહિનામાં આંચકો આવ્યો હતો. હિમાચલપ્રદેશમાં  હાલ ભૂકંપના આંચકાના કારણે વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપ સાથે સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે સવારમાં આ આંચકો આવ્યો હતો. રાજ્યના મંડી જિલ્લામાં આ આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ નોંધાઇ હતી. સવારે ૮.૧૦ વાગ્યાની આસપાસ આ આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે જાનમાલનુ કોઇ નુકસાન થયુ નથી. હિમાચલ પ્રદેશ અર્થક્વેક ઝોન હેઠળ આવે છે. અહીં વારંવાર આંચકા આવતા રહે છે. કાનગરા ખીણમાં વર્ષ ૧૯૦૫માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં ૨૦૦૦૦થી પણ વધારે લોકોના મોત થયા હતા. હિમાચલ પ્રદેશની સાથે સાથે દેશના કેટલાક ભાગોમાં હાલના  મહિનાઓમાં આંચકા આવતા રહ્યા છે. આ આંચકાઓના કારણે ટિકા ટિપ્પણી પણ થતી રહી છે. ભારતના ભૂકંપ સાથે સંબંધિત વિભાગ દ્વારા આમાં તપાસ કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોની ટીમ અભ્યાસ પણ કરી રહ છે. વિશ્વના દેશોમાં આવતા વિનાશકારી ધરતીકંપની અસર પણ દુરગામી દેશોમાં થાય છે.જેમાં ભારત સામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here