દેશને વિભાજીત કરવા ‘લવ જેહાદ’ શબ્દ ભાજપની ઉપજઃ ગેહલોત

0
17
Share
Share

જયપુર,તા.૨૦

લવ જિહાદ શબ્દ દેશમાં કોમી વેર ભડકાવવા માટેની એક ચાલ હોવાનું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ લવ જેહાદને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. અશોક ગહેલોતે કહ્યુ કે,

લવ જેહાદ એ ભાજપ દ્વારા દેશના ભાગલા પાડવા અને કોમી સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે લાવેલો શબ્દ છે. લગ્ન એ વ્યક્તિગત સ્વાતંત્ર્યની બાબત છે, તેને રોકવા કાયદો લાવવો એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે અને કાયદાની કોઇ પણ અદાલતમાં ટકશે નહીં. પ્રેમમાં જેહાદનું કોઇ સ્થાન નથી.”

ભાજપ શાસિત રાજ્યો એક પછી એક કથિત ‘લવ જિહાદ’ પર અંકુશ મૂકવા માટે કાયદો લાવી રહ્યા છે. યુપીના ગૃહ વિભાગે રાજ્યમાં ટુકમાં લવ જિહાદ વિરુદ્ધ કાયદો લાવવાની જાહેરાત કરી દીધી. હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ પણ તેની તૈયારી શરુ કરી છે.

મુખ્યમંત્રી ગેહલોતના આ ટ્‌વીટ પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ બાબત પ્રત્યે આંખ આડા કાન કરવા તે તેમની (અશોક ગેહલોત)ની હલકી વિચારધારાને છતી કરે છે. રાજસ્થાન ભાજપના પ્રમુખ સતીશ પૂનિયાએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં, લગ્ન માત્ર એક વ્યક્તિગત પસંદ નથી તેમાં ધર્મ અને સમાજની મંજૂરી પણ સામેલ છે. લવ જેહાદનો એજન્ડા આપણી દીકરીઓને હેરાન કરવાનો છે અ તેને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. આવું કરવું તે અશોક ગેહલોતના હલકા વિચાર દર્શાવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here