દેશનું પ્રથમ વર્ચ્યુઅલ એન્જીનીયરીંગ પ્રદર્શનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટે સ્ટોલ રાખ્યો

0
20
Share
Share

ગીરગઢડા તા. ૧પ

આજની વૈશ્વિક મહામારીના સમયમાં ધંધા રોજગારાના પ્રગતિશીલ વિકાસ માટે ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા નંદીની ઇન્ડીયા પ્રા.લી. દ્વારા આગામી તા. ૧૮-૧૦ થી ૨૦-૧૦ એમ ત્રણ દિવસ માટે ઓનલાઇન ૨૪ કલાક માટે દેશનું પ્રથમ વર્ચુઅલ એન્જીનીયરીંગ પ્રદર્શનનો પ્રારંભ કરી વર્ચુઅલ પ્રદર્શનની પહેલ કરવામાં આવી છે. ત્યારે આ પ્રદર્શનમાં બાર જયોર્તીલીંગ પૈકીના પ્રથમ જયોર્તીલીંગ શ્રી સોમનાથ દ્વારા આ પ્રદર્શનમાં સ્ટોલ રાખી આ વર્ચુઅલ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવનાર છે.

અત્યારના સાંપ્રત સમયમાં આધુનિકરણમાં ભગવાન સોમનાથનું મંદીર, શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહયું છે. ગત શ્રાવણમાસમાં શ્રધ્ધાળુઓ ભાવિક ભકતજનો ભગવાન સોમનાથના દર્શન સંકલ્પ વીગેરે ઘરબેઠા કરી શકે તે માટે ડીઝીટલ પ્લેટફોર્મથી લાઇવ, દર્શન, લાઇવ આરતી, ઇ-સંકલ્પ પુજા વીગેરે જેવા આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા અને ફેસબુક, ટવીટર, વોટસઅપ, યુટયુબ, સોમનાથ યાત્રા એપ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કરોડો ભાવિકોને દેશ તથા વિદેશમાં દર્શન કરાવ્યા હતા.

આ વર્ચુઅલ એન્જીનીયર પ્રદર્શનનો પ્રારંભ આગામી તા. ૧૮-૧૦ થી થશે ત્યારે આ પ્રદર્શનનો પ્રારંભ પણ શ્રી સોમનાથ ટ્રસ્ટના પુજારીઓ દ્વારા મંત્રોચ્ચારથી કરવામાં આવનાર છે. આ વર્ચુઅલ પ્રદર્શનની મુલાકાત લેવા માટે

વેબસાઇટ પર વિઝીટરે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવીને અમારા આ વર્ચુઅલ સ્ટોલની મુલાકાત અને અમારી સાથે વાતચીત અને સંપર્ક પણ કરી માહીતી પણ મેળવી શકાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here