રાજકોટ, તા.૨૬
રમાબેન માવાણી,મુખશ્રી,રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ જણાવે છે કે, ભારતમા દુનિયાના બીજા સૌથી વધારે તમાકુના વપરાશકારો છે. ૨૬.૮ કરોડ કુલ પુખ્ત વયના લોકોના ૨૮.૬) આમાંથી સરેરાશ ૧૨ લાખ લોકોના મૃત્યુ તમાકુ સેવનથી થનારા રોગને કારણે નિપજે છે.
જેમાં ૧૦ લાખ ધુમ્રપાનના કારણે અને ૨ લાખ ધુમ્રપાનથી થતા ધુમડાને કારણે કુલ ૨૭ ટકા મૃત્યુ ભારતમા કેન્સરના કારણે તમાકુનું સેવનથી થાય છે. તમાકુના સેવનને કારણે થતા રોગો પાછળ સરકારની આશ્ચર્યજનક રકમ રુ.૧,૨,૦૦૦ કરોડનો ખર્ચ થાય છે જે દેશના ૧.૮ જી.ડી.પીનો ભાગ છે. ત્યારે દેશની ૧૩૫ કરોડ આબાદીની સુખાકારી માટે સરકારે તમાકુ નિયંત્રણ ધારામા સુધારો લાવવો અત્યંત જરુરી છે.