દેશની સૌપ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી માટે રૂ. ૩,૭૨૬ કરોડની ફાળવણી કરાઇ

0
25
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમને સંસદમાં રજૂ કરેલા બજેટમાં આગામી વસ્તી ગણતરી માટે રૂ. ૩,૭૨૬ કરોડની જોગવાઈ કરી છે. આગામી સેન્સસ દેશનું સૌપ્રથમ ડિજિટલ સેન્સસ હશે તેમ નાણાં મંત્રીએ લોકસભામાં બજેટ રજૂ કરતા જણાવ્યું હતું.

નિર્મલા સિતારમને બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ભાષા અનુવાદની પહેલ ઉપર પણ કામ કરી રહી છે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪,૦૦૦ કરોડના ખર્ચે ડીપ ઓસન મિશન પણ હાથ ધરાશે. કેન્દ્રીય બજેટમાં સિતારમને વધુમાં ઉમેર્યું હતું કે કરાર સંલગ્ન વિવાદોને ઉકેલવા સમાધાનકારી પદ્ધતિ સહિતના પગલાં પણ લેવાશે. કેન્દ્ર સરકાર નેશનલ નર્સિંગ અને મિડવાઈફરી કમિશન બિલનો પણ પ્રસ્તાવ લાવશે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન માટે રૂ. ૧,૫૦૦ કરોડની યોજના

કેન્દ્રીય બજેટમાં દેશમાં ડિજિટલ પેમેન્ટના ચલણને પ્રોત્સાહન આપવા રૂ. ૧,૫૦૦ કરોડની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયમાં ડિજિટલ પેમેન્ટમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ડિજિટલ પેમેન્ટને વધુ પ્રોત્સાહન આપવા માટે બજેટમાં રૂ. ૧,૫૦૦ કરોડની યોજનાનો પ્રસ્તાવ કરાયો છે જેને પગલે ડિજિટલ પેમેન્ટને વધુ આગળ બળ પુરું પાડી શકાશે. નાણા મંત્રીએ ઉમેર્યું હતું કે તેમના ૨૦૧૯ના બજેટમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપનાની દરખાસ્ત કરાઈ હતી. આ માટે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આગામી પાંચ વર્ષમાં રૂ. ૫૦,૦૦૦ કરોડનો ખર્ચ કરાશે. આ સંસ્થાની મદદથી દેશમાં સંશોધનને વેગ આપી શકાશે અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત રહેશે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here