દેશના સળગતી સરહદો કે પ્રશ્નોને મહત્વ નહીં પરંતુ સુશાતસિહના મૃત્યુને પ્રાધાન્ય કેમ…..?

0
23
Share
Share

(જીએનએસઃ હર્ષદ કામદાર)

દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.  દેશભરમાં કોરોના કેસોની સંખ્યા ૩૭ લાખ ૮૪ હજારને પાર થઈ જવા પામી છે અને મૃતાક ૬૨ હજારને પાર થઈ ગયો છે. જોકે સ્વસ્થ થવાનો આક ૨૯ લાખ પહોંચી ગયો છે. દેશમાં કોરોનાગ્રસ્તોના વધુ કેસો મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર અને ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા ૯૮ હજારને પાર થઇ ગઇ છે. અને કુલ મૃત્યુ ૩ હજારને પાર થઈ ગયો છે. જ્યારે ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા અમદાવાદ શહેરમાં કોરોના કેસોની સંખ્યા ૩૦ હજારથી આગળ વધી છે અને ૧૬૮૨ ના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતના લોકો ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ માં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવતા અનેક બેફીકરા કે અણસમજૂ લોકો કોરોના બાબતેના નિયમોનું પાલન કરવાથી દૂર રહ્યા છે… માસ્ક, હાથ ધોવા,ડિસ્ટન્સ સહિતની આરોગ્યતંત્રના જરૂરી નિર્દેશોનું પાલન નહી કરતા કેસોની સંખ્યા વધતી ચાલી છે. તાજેતરમાં સરકારે અનલોક ૪ જાહેર કરતાં નચિંત અસમજૂ લોકોની સંખ્યામાં વધારો થઈ ગયો છે. એકલ દોકલ વ્યક્તિ બહાર નીકળે ત્યારે ખુલ્લી જગ્યા કે રસ્તાઓ પર માસ્ક ધારણ ન કરે તો ચાલે…. પરંતુ ટોળામાં હોય કે વધુ સંખ્યામાં લોકો બહાર નીકળ્યા હોય તેમાં ડીસ્ટન્સ ન જળવાતુ હોય,માસ્ક ન હોય પછી પરિણામ શું આવે…..? તાજેતરમાં ગણપતિ વિસર્જનમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં ટેમ્પાઓ, રીક્ષાઓ કે છોટા હાથી જેવા કહેવાતા વાહનોમાં ઙ્ઘૈજંટ્ઠહષ્ઠી કે માસ્ક બાંધવાનું પાલન  થયું ન હતું…. ત્યારે જાગૃત લોકોમાં સવાલી ચર્ચા હતી કે ધર્મમાં આવા આંધળા લોકો છે….? જીવતા હશે તો ધર્મ થશે તે વાત આવા અણ સમજુઓ ક્યારે સમજશે…?  આરોગ્ય તંત્રના નિર્દેશોનું પાલન જ કરવામા ન આવે ત્યારે પરિણામો ગંભીર આવે…. જો કે અનલોક ૪ જાહેર થતાં આરોગ્ય તંત્ર, પોલીસ વગેરેમા થોડી સુસ્તી આવી ગઈ લાગે છે…..! તેથી અનેક લોકો કોરોના બાબતેના નિયમો પાળવાથી દૂર થવા લાગ્યા છે…. ત્યારે સરકારી તંત્રએ પુનઃ નિયમોનું પાલન કરાવવા ત્રીજું નેત્ર કરવું પડશે અને નિયમ ભંગ બદલ.. મધ્યપ્રદેશ  સરકારની જેમ ત્રણ દિવસ સુધી કોવિડ હોસ્પિટલોમાં સેવા કરવા મૂકી દેવાના કે પોલીસ સ્ટેશન-ચોકીમા કે પછી રોડ-રસ્તા સાફ સફાઈ માં મૂકી દેવા જેવા પગલાં લેવા જોઈએ….. અને ત્યારે અણ સમજુ લોકો સીધા થઈ શકે……!“                           દેશમાં છેલ્લા ૮૦ દિવસથી રાષ્ટ્રીય પ્રશ્ન તરીકે સુશાંતસિંહના મૃત્યુએ સ્થાન લઈ લીધું છે.. દેશમાં મોટા ભાગનુ મીડિયા  રાષ્ટ્રીય પ્રશ્ન સુશાન્તસિંહનું મૃત્યુ હોય તેમ વિવિધ બાબતો સતત ચગાવી રહ્યા છે… જો કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવદાના મૃત્યુ ને મહત્વ આપ્યું પણ નહિવત પ્રમાણમાં… ના તો તેઓની દેશમાંની વિવિધ બાબતો કે તેમને લીધેલા કે તેમના સમયમાં લેવાયેલા નિર્ણયો સહિતની કોઇ સ્ટોરી નહીં કે પછી ડિબેટ પણ નહીં. બીજી તરફ દેશ ભરમાં વિવિધ ઘટનાઓ માં આશરે ૭ હજાર જેટલી હત્યાઓ થઇ છે અને ૧૮૦૦ થી વધુ બળાત્કારની ઘટનાઓ ઘટી તેની નોંધ સુદ્ધા મોટાભાગના મીડિયાએ નથી લીધી…..!ત્યારે લોકોમાં સવાલી ચર્ચાઓ ઉઠવા પામી  છે કે શું જેઓની હત્યા થઈ કે બળાત્કાર પીડિતો ભારતીય નહોતા….? છેલ્લા ૩ મહિનાથી ચીને ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી છે…લડાખમાં ભારતીય સરહદમાં કબજો કર્યો છે, આપણા ૨૦ જવાનોને શહીદ કરી નાખ્ય,  પેગોગમાં પુનઃ અથડામણ થઇ, પાકિસ્તાન દ્વારા આતંકી હુમલાઓ જે દેશની મોટામાં મોટી ચિંતા છે…. પરંતુ મોટા ભાગના મીડિયાને ભારતની આ ઘટનાઓ કે બનાવની ચિંતા નથી કે શું…..? આવું  મીડિયા કોઈને ત્યાં ગીરવી છે કે પછી બીજું કાંઈ…..? દેશમાં દરરોજ ૭૦ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, દેશની અર્થવ્યવસ્થા ખળભળી ગઈ છે, વિશ્વભરમાં ભારતનો જીડીપી દર માનસ સ્તરે પહોંચી ગયો છે, ૧૦ કરોડથી વધુ લોકો બેરોજગાર થઇ ગયા છે,મોટા ભાગના ધંધા- રોજગાર ચોપટ થઈ ગયા છે, રાજ્યોને જીએસટીનું રિફંડ આપવા કેન્દ્ર અશક્તિ બતાવી રહ્યું છે….! ૮૦ ટકા મીડીયાને દેશના આવા ગંભીર પ્રશ્નોની ચિંતા નથી……કે દેશની અને કોમન મેનની આર્થિક હાલત દિન-પ્રતિદીન પડતી જઈ રહી છે- ખાડે જઈ રહી છે…..! અને માત્ર આંગળીના વેઢે ગણાતા ઉદ્યોગપતિઓ માલામાલ થતાં જઈ રહ્યા છે. આવી તો  દેશના પ્રશ્નો કે અનેક બાબતોથી ન્યૂઝ મીડિયા આંખ આડા કાન કરી રહ્યું છે કે દૂર રહ્યું છે….તેનું કારણ શું……?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here