દેશના યુવાઓની સમસ્યાનુ સમાધાન કરે મોદી સરકારઃ રાહુલ ગાંધી

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૪

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારને ઘેરવા માટે આજકાલ રોજ સોશ્યલ મીડિયા પર એક પછી એક મુદ્દા લોકો સમક્ષ મુકી રહ્યા છે.

આજે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે, મોદી સરકાર રોજગાર, પરીક્ષાના પરિણામો અંગે યુવાઓની સમસ્યાનુ સમાધાન કરે. રાહુલ ગાંધીએ ગઈકાલે નોટબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, નોટબંધી ગરીબો અને ખેડૂતો પરનુ આક્રમણ હતુ.

હવે રાહુલ ગાંધીએ યુવાઓને રોજગાર આપવાની અને પરીક્ષાઓના બાકી પરિણામ જાહેર કરવાની માંગ કરી છે.જેને સમર્થન આપતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે, ૨૦૧૭થી ભરતીઓ અટકી છે.૨૦૧૮ની પરીક્ષાનુ પરિણામ નથી આવ્યુ અને ૨૦૧૯ની પરીક્ષા પણ થઈ નથી.પરીક્ષા અને પરિણામ વગર નિમણૂંકો અટકેલી છે.

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ પણ કહ્યુ હતુ કે, નોકરીયાતો અને મધ્યમવર્ગ પર રોજ માર પડી રહ્યો છે.૪૦ કરોડ લોકો બદહાલ છે અને પહેલી વખત અર્થવ્યવસ્થા તેમજ આમ આદમી એમ બંનેની કમર તુટી ગઈ છે.દેશ આર્થિક બરબાદી તરફ ધકેલાયો છે અને જીડીપીના આંકડા તેનો પૂરાવો છે.નોટબંધી દેશ માટે માસ્ટર સ્ટ્રોક નહી પણ ડિઝાસ્ટર સ્ટ્રોક સાબિત થઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here