દેશના એક તૃત્યાાંશ પરિવારોને ૧ સપ્તાહમાં મદદ નહિ મળે તો મોટી સમસ્યા સર્જાશેઃ સીએમઆઇઇનું તારણ

0
48
Share
Share

નવી દિલ્હી,તા.૧૩

દેશમાં લગભગ એક તૃત્યાોંશ પરિવારો પાસે હવે ફકત એક અઠવાડીયાનો માલ સામાન રહ્યો છે. ત્યાછર પછી જો તેમને મદદ નહીં મળે તો તેઓ મોટી મુશ્કેેલીમાં મૂકાઇ શકે છે. આ વાત સેન્ટેર ફોર મોનીટરીંગ ઇન્ડીંયન ઇકોનોમીના હાઉસ હોલ્ડિ સર્વેના આંકડાઓ પર આધારીત એક સર્વેમાં કહેવાઇ છે. પરિવારોની આવક પર લોકડાઉનની અસર અંગેના આ અભ્યાાસના પરિણામો જાહેર કરાયા હતા.જેમાં જાણવા મળ્યુંલ કે લોકડાઉન દરમ્યોન લગભગ ૮૪ ટકા પરિવારોની માસિક આવકમાં ઘટાડો થયો છે. આખા દેશમાં ૩૪ ટકા પરિવારો એ કહ્યું કે વધારાની  મદદ વગર તેઓ પોતાની ગાડી એક અઠવાડીયાથી વધારે ખેંચી  શકે તેમ નથી. આ અભ્યોસમાં જાણવા મળ્યુેં કે બેરોજગારીમાં થયેલ ઝડપી વધારાથી પરિવારોની આવકમાં ઘટાડો થયો છે. સીએમઆઇઇના ત્રિમાસિક કન્ઝયુમર  પિરામીડસ હાઉસ હોલ્ડે સર્વે અનુસાર, ર૧ માર્ચે બેરોજગારીનો દર ૭.૪ ટકા હતો જે પાંચ મેના રોજ રપ.પ ટકા થયો છે. દિલ્હીક, પંજાબ અને કર્ણાટકને ઓછી અસર થઇ છે. જયારે બિહાર, હરિયાણા અને ઝારખંડ સૌથી વધુ અસરગ્રસ્તથ રાજયો છે. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યુાં કે શહેરી પરિવારોમાંથી ૬પ ટકા એ કહ્યું  કે તેમની પાસે એક અઠવાડીયા સુધીની પૂરતી સગવડ છે, તો ગ્રામ્યય વિસ્તારિોના પ૪ ટકા લોકોએ પણ એમ કહ્યું છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here