દેલવાડામાં ઈદ નિમિતે મસ્જિદને લાઈટથી શણગારાઈ

0
15
Share
Share

ઉના, તા.૨૬

આગામી તા.૩૦/૧૦ ના રોજ ઈસ્લામ ધર્મના સ્થાપક મહમદ પયગંમ્બર સાહેબના ધર્મ દિવસ ઈદે મિલાદનો તહેવાર આવે છે ત્યારે હાલ સરકારની ગાઈડલાઈન મુજબ તહેવાર ઉજવવાનો હોય દેલવાડામાં આવેલ ૧૩મી સદીની ઐતિહાસિક ઈમારત ઝુલતા મિનાર જેમાં એક મિનારાને ઝુલાવો તો બીજો મિનારો આપો આપ ઝુલે છે તે મસ્જિદને ફરતે દેલવાડા મુસ્લિમ મલેક જમાતના યુવાનોએ રંગબેરંગી લાઈટની સીરીઝોથી શણગારવામાં આવતા રાત્રીના સુંદર દ્રશ્ય જોવા મળે છે. આ વખતે પણ ઈદની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here