‘દૃશ્યમ’ ફૅમ ડિરેક્ટર નિશિકાંત કામતનું લિવર સિરોસિસથી અવસાન

0
20
Share
Share

હૈદરાબાદ,તા.૧૭

અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમના ડાયરેક્ટર નિશિકાંત કામતના નિધનને લઈ આજ સવારથી સોશિયલ મીડિયા પર ખબરોનો વાવાઝોડું જોવા મળી રહ્યું છે. આ ફેલાયેલ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપતા જાણીતા ડાયરેક્ટરે મિલાપ ઝવેરીએ એક મોટો ખુલાસો કર્યો છે. આપને જણાવી દઈએ કે મિલાપ ઝવેરીએ આ ખબરોને ખોટી ગણાવી છે. મિલાપ ઝવેરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે કે નિશિકાંતનું નિધન થયું નથી. પરંતુ તે વેન્ટિલેટર પર છે.

આપને જણાવી દઈએ કે નિશિકાંત કામત છેલ્લા અમુક દિવસથી લિવરની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. હાલ તેમની સારવાર હૈદરાબાદના એક હોસ્પિટલમાં ચાલી રહી છે. મિલાપ ઝવેરીએ પહેલા ટ્‌વીટ કરી લખ્યું કે,‘આ દુઃખદ છે કે નિશિકાંત કામતનું નિધન થયું છે. તેમણે જય હિન્દ કોલેજમાં મારો પહેલો પ્લે જજ કર્યો હતો. તેમણે મને બેસ્ટ એક્ટર અને ડાયરેક્ટરનો એવોર્ડ આપ્યો હતો. તે અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘સનક’નું ડાયરેક્શન કરવાના હતા. પરંતુ દુઃખદ છે કે આ ફિલ્મ પૂરી ન થઈ શકી.

આ ટ્‌વીટના તુરંત બાદ તેમણે અન્ય એક ટ્‌વીટ કરી માહિતી આપી કે નિશિકાંત કામતનું નિધન નથી થયું પરંતુ તે વેન્ટિલેટર પર છે. આ ટ્‌વીટમાં મિલાપે લખ્યું કે,‘હાલ મે એ વ્યક્તિ સાથે વાત કરી જે નિશિકાંત સાથે હોસ્પિટલમાં છે. તેમનું નિધન નથી થયું. તેઓ હાલ ક્રિટિકલ પરિસ્થિતિમાં છે. જિન્દગી અને મોત વચ્ચે લડી રહ્યા છે. પરંતુ જીવિત છે.’ આપને જણાવી દઈએ કે નિશિકાંત કામત ૩૧ જુલાઈથી હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. કામતને કમળો અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. તપાસ બાદ તેમણે ક્રોનિક લિવર ડિજીજ અને અન્ય ઇન્ફેક્શન્સ અંગે જાણ થઈ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here