દૂધસાગર ડેરી ચૂંટણીઃ ખેરાલુ અને સિદ્ધપુરના ઉમેદવાર સિવાયના ૩૨ ઉમેદવારોની યાદી જાહેર

0
21
Share
Share

મહેસાણા,તા.૨૭
દૂધસાગર ડેરીની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો રહ્યા છે. દુધસાગર ડેરી માટે હવે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દેવાઈ છે. ચૂંટણી અધિકારીએ ખેરાલુ અને સિદ્ધપુરના ઉમેદવાર સિવાયના ૩૨ હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. નોંધનીય છેકે, ખેરાલુ, વડનગર, સતલાસણા વિભાગ ૧ અને ૨ તથા સિદ્ધપુર બેઠકનો નિર્ણય પેન્ડીંગ હોવાથી તેમની યાદી કે પ્રતિક ફાળવણી કરાઈ નથી. જ્યારે કે બાકીના તમામ ઉમેદવારોને પ્રતિક ફાળવી દેવાયા છે. મહેસાણા બેઠક પર ચેરમેન પદનાં ઉમેદવાર અશોક ચૌધરીની સામે મેવડનાં નાનજીભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. વિભાગ-૧માં પાટણ-વાગડોદ, માણસા, વિસનગર અને સમી-હારીજ બેઠક પર ૩ હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. તો કલોલ-ગોઝારીયા, ચાણસ્મા-બહુચરાજી, મહેસાણા અને વિજાપુર બેઠકો પર બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.. જો વિભાગ-૨ ની વાત કરીએ તો માણસા, વિજાપુર અને વિસનગર બેઠક પર ૩ -૩ હરીફ ઉમેદવારો છે.
ઉમેદવારોના નામો સામે આવ્યા છે. જેમાં વિકાસ પેનલ અને પરિવર્તન પેનલના નામોનો ઉલ્લેખ થયો છે. દૂધસાગર ડેરીના ચૂંટણી જંગમાં વિપુલ ચૌધરી ઝંપલાવી શકશે તેવા એંધાણ કોર્ટે આપ્યા બાદ વિપક્ષ અશોક ચૌધરીની પેનલ અને વિપુલ ચૌધરીના સમર્થકો વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ડેરીમાં ભ્રષ્ટાચાર અને દેવા મુદ્દે પશુપાલકોને સંબોધી સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ મુદ્દે વિપુલ ચૌધરીના સમર્થકોએ પણ પ્રતિક્રિયાઓ આપી હતી.

વિભાગ – ૧
૧ – કડી (સ્ત્રી અનામત)
પ્રેમીલાબેન નવીનચંદ્ર પટેલ
જશીબેન રાજાભાઈ દેસાઈ
ઇન્દીરાબેન રામાભાઈ પટેલ

૨ – કલોલ ગોઝારીયા
(સ્ત્રી અનામત)
જબુબેન મનુજી ઠાકોર
શાનાતાબેન માધાભાઈ ચૌધરી
વિપુલ ચૌધરી ના સમર્થન માં જંગ લડી રહેલા નાનજીભાઈ ચૌધરીએ સરકારી તંત્રની પોલ ખોલી
વિપુલ ચૌધરી ના સમર્થન માં જંગ લડી રહેલા નાનજીભાઈ ચૌધરીએ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે નાનજી ભાઈ ચૌધરીએ આ ડેરી ને અધર લાવવા માટે વિપુલ ચૌધરીના પિતા સાથે મળીને કામ કરેલું હતું તેઓ આજે ૭૫ વર્ષે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વિપુલ ચૌધરી સાથે પેનલમાં જીત મેળવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. પહેલા આટલી સંખ્યામાં ઉમેદવારો ન હતા. જાણી જોઈને વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા જ્યારે અન્ય પ્રાઇવેટ ડેરીમાં ભેળસેળ થઈ રહી છે તો કેમ ત્યાં તપાસ નથી ? ના આક્ષેપ કર્યા હતા.

૪ ચાણસ્મા – બહુચરાજી
અમરતભાઈ માધાભાઈ દેસાઈ
ઈશ્વરભાઈ ગોવાભાઈ દેસાઈ

૫ પાટણ – વાગડોદ
પ્રહલાદજી પ્રતાપજી ઠાકોર
બલવંતભાઈ નાનજીભાઈ ચૌધરી
રમેશભાઈ મગનભાઈ રબારી

૬ મહેસાણા
અશોકકુમાર ભાવસંગભાઈ ચૌધરી
નાનજીભાઈ રામજીભાઈ ચૌધરી

૭ માણસા
ચંદ્રિકાબેન ચંદુલાલ પટેલ
યોગેશભાઈ ગોવિંદભાઈ પટેલ
રામાજી જોઈતાજી ઠાકોર

૮ વિજાપુર
જગતસિંહ ધનસિંહ પરમાર
દશરથલાલ શાંતિલાલ જોશી
૯ – વિસનગર
જીતેન્દ્રભાઈ કાન્તીભાઈ પટેલ
રાજેશભાઈ રેવાભાઈ પટેલ
લક્ષ્મણભાઈ કાશીરામભાઈ પટેલ

૧૦ સમી-હરીજ
ધનરાજભાઈ હેમરાજભાઈ ચૌધરી
રામજીભાઈ કરમશીભાઈ દેસાઈ
શકતાભાઈ મયાભાઈ ભરવાડ

વિસનગર ( વિભાગ -૨ )
દિલીપકુમાર સગરામભાઈ ચૌધરી
ભગવાનભાઈ લવજીભાઈ ચૌધરી
મહેશભાઈ દેવજીભાઈ ચૌધરી

માણસા (વિભાગ – ૨)
કનુભાઈ ડાહ્યાભાઈ ચૌધરી
વેલજીભાઈ લવજીભાઈ ચૌધરી
સુરેશભાઈ રેવાભાઈ ચૌધરી

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here