દૂધસાગર ડેરીએ સરકારની સૂચનાની અવગણી જેસી મસીન વસાવ્યું ન હતું: જીલ્લા પોલીસવાડા

0
25
Share
Share

અમરેલી,તા.૮

રાજસ્થાનમાં દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળ કરવાનો મામલો વધુને વધુ ઘેરો બનતો જાય છે. આધુનિક કેમિકલની મિલાવટથી ઘીમાં ભેળસેળ કરાતી હોવાનું સામે આવ્યું છે. જે મુદ્દે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી માહિતી આપી હતી. જેમાં જણાવામાં આવ્યું હતું કે આરએમ ઓઈલની ભેળસેળ કરી ઘી લોકો સુધી પહોંચાડવામાં આવતું હતું. ફેડરેશન અને સરકારે ઘીમાં ભેળસેળ પકડી પાડતું જેસી મશીન તમામ ડેરીમાં વસાવાની સૂચના આપી હતી.

પરંતુ મહેસાણા દૂધસાગર ડેરીએ સૂચનાની અવગણના કરી મશીન વસાવ્યું ના હતું. સાથે જ દૂધસાગર ડેરી દ્વારા હરિયાણાના પુનહામાં પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો જે ભેળસેળવાળું ઘી ઝડપાતા જ તાતકાલિક બંધ કરવામાં આવ્યો છે. જેને પગલે આ કૌભાંડમાં ડેરીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. ત્યારે આ મામલે તપાસ ચાલુ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here