દૂધરેજ ખાતે જમીન ખરીદી બારોબાર વેંચાણ કરનાર ભાગીદાર શખ્સ સામે ફરિયાદ

0
25
Share
Share

સુરેન્દ્રનગર, તા.૨૪

સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર શ્યામનગરમાં રહેતા ભગવાનભાઇ ઠાકરશીભાઇ મૂળીયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જૂનાગઢમાં વર્ષ ૧૯૮૯થી ૧૯૯૨ દરમિયાન જનરલ મેનેજરના પી.એ. તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમની સાથે ફરજ બજાવતા જનરલ મેનેજર મહેન્દ્રભાઇ સોલંકી સાથે સંપર્કમાં આવ્યા હતા. જેમાં ભગવાનભાઇ મૂળીયાએ તેમની દૂધરેજની સીમમાં જમીનમાં રોકાણ કરવાનું કહેતા મહેન્દ્રભાઇ સોલંકી, તેમના બહેન ગાંધીનગરના ડો. ઉત્તમાબેન સોલંકી અને જમાઇ દ્વારકાના પુનીતભાઇ ભાસ્કર સહિતનાઓએ જમીનમાં ૨૬ લાખ જેટલી રકમનું રોકાણ કર્યુ હતુ.

જમીન વેચાય એટલે મહેન્દ્રભાઇ સહિતના ભાગીદારોને અમુક ટકા ભાગ આપવાનું નક્કી થયુ હતુ. જેમાં થોડા સમયથી હાલ મંદી છે જમીન વેચાતી નથી તેવુ કહેનાર ભગવાનભાઇએ વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮માં જમીન વેચી હોવાની જાણ થતા મહેન્દ્રભાઇના પત્ની શીલાબેન સોલંકીને ૯.૪૦ લાખ પરત આપ્યા હતા. પરંતુ ડો. ઉત્તમાબેન સોલંકી અને પુનીતભાઇ ભાસ્કરને રકમ પરત અપાઇ ન હતી. આથી બંનેએ ભગવાનભાઇ ઠાકરશીભાઇ મૂળીયા સામે વિશ્વાસઘાત અને ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here