દુષ્કર્મની ધમકીઓથી કંટાળી હસીન જહાંએ કોર્ટમાં કરી સુરક્ષા માટેની અરજી

0
24
Share
Share

મુંબઈ,તા.૧૫

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. શમી અને હસીન જહાં વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે હસીન જહાં ચર્ચામાં આવી હતી. ત્યાર બાદથી હસીન જહાં સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ અને નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહે છે.

હસીન જહાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. ઘણી વખત તે વિવાદીત પોસ્ટના કારણે જબરદસ્ત ટ્રોલ પણ થાય છે. આપને જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રામ મંદિરને લઈ એક પોસ્ટ કરી હતી અને હિન્દુ ભાઈ-બહેનોને ભૂમિપૂજન માટે શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટ બાદ કેટલાક કટ્ટરવાદી લોકોએ કોમેન્ટ કરી હસીન જહાંને બળાત્કાર અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

ત્યારે હવે આ વિવાદ વધતા હસીન જહાંએ કોલકાતા હાઈકોર્ટમાં પોતાની અને તેની દીકરીની સુરક્ષા માટે અરજી કરી છે. આ સાથે હસીન જહાંએ કહ્યું કે ૯ ઓગસ્ટે પણ તેણે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માહિતી મુજબ આગામી સપ્તાહે હસીન જહાંની અરજી પર સુનાવણી થઈ શકે છે. હસીન જહાંએ કોલકાતાના લાલ બજાર સ્ટ્રીટના સાઇબર સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here