દુબળા કરતા ઝાડા લોકોમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધારેઃ રિસર્ચ

0
252
Share
Share

નવી દિલ્હી,તા.૧૮

કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે ત્યારે વિશ્વનાં વૈજ્ઞાનિકો દ્વારા એક ખાસ સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો મેદસ્વી છે તેમનામાં કોરોના વાયરસનું જોખમ વધારે છે. દુબળા કરતા ઝાડા લોકોમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધારે છે.

આ અભ્યાસમાં ટાંકવામાં આવ્યું છે કે કોરોના વાયરસ ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને વધારે સંક્રમિત કરી રહ્યો છે. જોકે, સંશોધન મુજબ જે લોકોનો બૉડીમાસ ઇન્ડેક્સ ૩૦-૩૪ છે તેમને ૩૦થી ઓછા બૉડીમાસ ઇન્ડેક્સ ધરાવતા લોકો કરતાં વધારે જોખમ છે. આવા લોકોએ ૧.૮ ગણું વધારે સતર્ક રહેવાની જરૂર છે.જો કોઈનો બોડી માસ ઇન્ડેક્સ ૩૫થી વધારે હોય તો તેમણે ૨.૨ ગણું  વધારે જોખમ છે અને તેમને સામાન્ય દર્દી કરતા ૩.૬ ગણી વધારે કાળજી રાખવી પડશે. બીએમઆઈ એટલે કે બૉડી માસ ઇન્ડેક્સ એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેમાં વ્યક્તિની લંબાઈ અને વજનની તુલના કરવામાં આવે છે.

આ સંશોધન જગતજમાદાર અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં દાખલ દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્કમાં દાખલ ૩૬૧૫ દર્દીઓ પર થયેલા સંશોધનમાં આ ખુલાસો થયો છે. આ દર્દીઓમાંથી ૨૧ ટકા લોકોનું બીએમઆઈ ૩૦થી૩૪ ટકા હતું અને ૧૬ ટકા દર્દીઓનું બીએમઆઈ ૩૫થી વધુ હતું.આમ કુલ મેળવીને કોરોના વાયરસના દાખલ દર્દીઓમાંથી ૩૭ ટકા દર્દીઓનું વજન વધારે હતું. આ સંશોધન ઑક્સફોર્ડ જર્નલમાં પ્રકાશિત થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here