દુબઈમાં રોહનપ્રીતની સાથે નેહા કક્કડ ડ્રાઈવ પર નીકળી

0
19
Share
Share

દુબઈથી સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ સતત પોતાના વીડિયો, ફોટો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલા છે

મુંબઈ,તા.૧૨

બોલિવૂડની જાણાતી સિંગર નેહા કક્કર હાલમાં હનીમૂન માટે દુબઈમાં છે. દુબઈમાં રહેતા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ સતત પોતાના વિડીયો અને ફોટો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલા છે. હાલમાં જ રોહનપ્રીત સિંહનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને પીળા રંગની કારમાં ડ્રાઈવ પર જતા દેખાય છે. વિડીયોમાં એકબીજું રોહનપ્રીત ડ્રાઈવિંગ સીટ પર બેઠો છે તો નેહા કક્કર તેની બાજુમાં પોઝ આપતા દેખાય છે. આ વિડીયોને રોહનપ્રીત સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેને અત્યાર સુધીમાં ૨ લાખથી પણ વધુ વખત જોવાઈ ચૂક્યો છે. રોહનપ્રીતના વિડીયોમાં ફેન્સ ખૂબ કમેન્ટ્‌સ કરી રહ્યા છે. વિડીયોના કેપ્શનમાં રોહનપ્રીતે લખ્યું છે, પત્ની નેહા કક્કર સાથે હનીમૂન દરમિયાન એક્સ કોલિંગ સોન્ગ પર મારો પહેલો રીલ વિડીયો. પતિની આ પોસ્ટ પર નેહાએ પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું, ’તમારી સાથે જિંદગી વધારે સુંદર થઈ ગઈ છે.’ કાર ડ્રાઈવિંગ ઉપરાંત પણ નેહા કક્કર અને રોહનપ્રીતના હનીમૂન સાથે જોડાયેલા ઘણા વિડીયો વાઈરલ થયા હતા. નેહા અને રોહનપ્રીતે પાછલા મહિને લગ્ન કર્યા હતા. બંનેએ દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્નના ફેરા લીધા હતા. આ ખાસ અવસરે નેહા અને રોહનપ્રીત સવ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા લહેંગા અને શેરવાનીમાં જોવા મળ્યા હતા. બંનેની જોડી એકબીજા સાથે ખૂબ જ જામી રહી હતી. પોતાના લગ્ન પહેલા જ નેહા અને રોહનપ્રીતનું સોન્ગ ’નેહુ દા વ્યાહ’ પણ રિલીઝ થયું હતું. જેમાં બંનેની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here