દુબઇમાં પાકિસ્તાની નાગરિકે ભારતીય કપલની હત્યા કરતા ચકચાર

0
31
Share
Share

દુબઇ,તા.૨૩

દુબઈમાં ગત ૧૮ જૂનના રોજ એક પાકિસ્તાની નાગરિકે ભારતીય કપલની હત્યા કરી દીધી હતી. જાણવા મળ્યા મુજબ હત્યાનો આ કેસ લૂંટફાટ સાથે સંકળાયેલો છે. હિરેન અધિયા અને વિધિ બંને દુબઈના અરેબિયન રેન્ચેસમાં રહેતા હતા અને તે બંનેની ઉંમર ૩૦ વર્ષ કરતા વધારે હતી. હિરેનનો કારોબાર શારજાહ ખાતે વ્યાપેલો હતો.

દુબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને ચોરી કરવામાં આવેલા ઘરેણાં જપ્ત કરી લીધા છે. દુબઈ ખાતેના ભારતીય દૂતાવાસને પણ આ ઘટનાની સૂચના આપવામાં આવી છે.

દુબઈના ભારતીય દૂતાવાસે હિરેન અને વિધિના મિત્રો, સ્થાનિક અધિકારીઓ અને તેમના સમૂદાયના કેટલાક સદસ્યોનો સંપર્ક સાધ્યો છે. તેઓ બંને છેલ્લા બે કે ત્રણ વર્ષ પહેલા જ દુબઈમાં શિફ્ટ થયા હતા અને તેમના અનેક સગાવહાલાઓ ભારતમાં રહે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here