દુનિયાભરમાં અવકાશમાં કવોડરેન્ટીડસ ઉલકા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે.

0
28
Share
Share

અમદાવાદ, તા.૨૯

દુનિયાભરમાં લોકોએ ડિસેમ્બરમાં તા. ૭ અને ૧૪ જેમીનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ નજરો નિહાળ્યો હતો. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉકાવર્ષનો અદભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. ગુજરાતમાં તા. ૪ ના રોજ આકાશમાં ઉલ્કા વર્ષા રાત્રિના ૨ઃ૨૧ થી ૧૨૦ મીટરની ઝડપથી ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે.

જાથાના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે જાન્યુઆરી ૧ થી ૪ – ચાર દિવસ સુધી આકાશમાં કવોડરેન્ટીસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. ૩ અને ૪ ના રોજ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે. કલાકના ૧૫ થી ૧૦૦ અને વધુ માં વધુ એક સો ઉકાવષ દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. તા. ૬ ઠી એ જાથા લોકો સમક્ષ ઉલકા વર્ષાના ફોટા મુકી જાણકારી આપશે. કોરીનાના કારણે રાજયમાં મર્યાદિત સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં પંડયા જણાવે છે કે કવોડરેન્ટીસ ઉલ્કાવર્ષાની મહત્તમ ચાર દિવસ મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિજર્ન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૫ વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસજર્ન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસજીર્ત થયેલ પદરફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસજીર્ત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસજીર્ત પદાર્થોની વચ્ચે થી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરુપે – અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here