દુનિયાની બેસટ ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાની સફળતામાં ટ્રૈવિસનું યોગદાન રહ્યું છેઃ હોન્સ

0
11
Share
Share

દુબઈ,તા.૧૨

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સેરીઝ ૨૦૨૦-૨૧ માટે ટ્રૈવિસ હેડનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હેડને અત્યાર સુધી કંગારૂ ટીમ માટે ૧૬ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. જેમાં તેમણે ૨ સદી અને ૭ ફીફ્ટીની મદદથી કુલ ૧,૦૬૫ રન બનાવ્યા છે. હેડએ સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં શેફીલ્ડ શીલ્ડ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનું તેમને ઇનામ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્દર ગાવસ્કર ટ્રોફી હેઠળ ૪ ટેસ્ટ મેચ રમાશે. જેની શરૂઆત ૧૭ ડિસેમ્બરથી એડિલેડથી થશે. ટીમ ઇન્ડિયા પોતાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મેજબાનને ટેસ્ટ સીરીઝમાં ૨-૧થી માત આપી હતી. આ ભારતની ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ સીરીઝ જીતી હતી.

ટ્રૈવિસ હેડ મોટાભાગે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતાં જ્યારે તમની ટીમ મુશ્કેલમાં થાય છે. સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં તેમણે તાજેતરમાં જ ૨ સદી અને એક ફીફ્ટી ફટકારી હતી. તાસ્માનિયા ટીમ વિરૂદ્ધ તેમણે શાનદાર ૧૭૧* રનની ઇનિંગ રમી હતી અને મેચને ડ્રો કરાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. એટલું જ નહી વિક્ટોરિયા તરફથી રમતાં ટ્રૈવિસ હેડએ ૨૯૬ બોલમાં ૧૫૧ રન બનાવ્યા જેમાં ૨૦ બાઉન્ડ્રી સામેલ હતી. હેડ સાઉથ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પણ હતા. આ ટીમને વેસ્ટ ઇંડ રેડબેક્સના નામથી પણ ઓળખાય છે.

ઓસ્ટ્રેલિયાનાના નેશનલ સિલેક્ટર ટ્રેવર હોન્સએ હેડની લીડરશિપની પ્રશંસા કરતાં કહ્યું કે ’ટ્રૈવિસ સીનિયર લીડરશિપ ગ્રુપના મહત્વપૂર્ણ સભ્ય છે. દુનિયાની બેસટ ટેસ્ટ ટીમ (ઓસ્ટ્રેલિયા)ની સફળતામાં તેમનું યોગદાન રહ્યું છે. તે ટીમ માટે મોટી તાકાત અને એક અનુભવી લીડર છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીઃ શો એબોટ, જો બર્ન્સ, પૈટ કમિંસ, કૈમરન ગ્રીન, જોશ હૈઝલવુડ, ટ્રૈવિસ હેડ, માર્નસ લૈબુશેન, નાથન લ્યોન, માઇકલ નેસર, ટિમ પેન (કેપ્ટન), જેમ્સ પૈટિંસન, વિલ પુકોવિસ્કી, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વીપસન, મૈથ્યૂ વેડ, ડેવિડ વોર્નર.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here