દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના ભારતની, પાકિસ્તાન ૧૦માં ક્રમે

0
37
Share
Share

ઇસ્લામાબાદ,તા.૨૧

દુનિયાની સૌથી શક્તિશાળી સેનાની યાદી બહાર પાડતા ગ્લોબલ ફાયરપાવરનાં તાજેતરનાં રેન્કિગમાં પાકિસ્તાની સેનાને ૧૩૩ દેશોમાં ૧૦મું સ્થાન મળ્યું છે, પાકિસ્તાને ઇઝરાયેલ, કેનેડા, ઇરાન અને ઇન્ડોનેશિયાને પણ પાછળ રાખ્યા છે, તે બીજી તરફ આ રેન્કિંગમાં ભારતે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.

ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ ૨૦૨૧માં ટોપ-૧૫ દેશોમાં પાકિસ્તાન એક માત્ર એવો દેશ છે, જેનું રેન્કિંગ સુધર્યું છે, આ રેન્કિંગ ૫૦ ફેક્ટર્સ પર તૈયાર કરવામાં આવી છે, તેમાં સૈન્ય તાકાતથી માંડીને આર્થિક અને લોજીસ્ટિક ક્ષમતા તથા ભૌગોલિક તાકાતનો સમાવેશ થાય છે, પાકિસ્તાનને  ૦.૨૦૮૩ સ્કોર મળ્યો છે, પાકિસ્તાને ગત વર્ષની તુલનામાં વર્ષ ૨૦૨૧માં ૫ સ્થાનને જમ્પ લગાવ્યો છે.

પાકિસ્તાન કુલ બજેટમાંથી ૭ અબજ ડોલર સંરક્ષણ પાછળ ખર્ચ કરે છે, આ  યાદીમાં અમેરિકાની સેનાને સૌથી શક્તિશાળી બતાવવામાં આવી છે.ત્યાર બાદ રશિયા,ચીન અને ભારતનો નંબર આવે છે, ભારતનું પાવર ઇન્ડેક્સ રેન્કિંગ ૦.૧૨૧૪ છે, ભારત બાદ જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાંસ, બ્રિટન અને બ્રાઝિલનો ક્રમ આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here