દુનિયાના સૌથી જંગી અને વિરાટકાય વિમાન

0
21
Share
Share

૧૩મી એપ્રિલ, ૨૦૧૯ના કેલિફોર્નિયાના મોજાવેના આકાશમાં ૭૨ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટ્યો હતો. હવે તમને થશે કે આખરે એવો તે કયો રેકૉર્ડ હશે કે જે આટલા લાંબા સમય સુધી વણતૂટ્યો રહ્યો હતો, બરાબર? એની જ વાત કરવાની છે આપણે. આ રેકૉર્ડ તોડ્યો સૌથી મોટી પાંખો ધરાવતા અને વિચિત્ર લાગતા સ્ટ્રેટોલૉન્ચ નામના ઍરક્રાફ્ટે. આજે આપણે સ્ટ્રેટોલૉન્ચ અને તેની સિવાયના દુનિયાના કેટલાક એવા વિચિત્ર ઍરક્રાફ્ટ વિશે વાત કરવાના છીએ કે જેના કદ એકદમ રાક્ષસી છે અને કોઈકને કોઈક ખાસિયત આ વિમાનોને અન્ય વિમાનોથી જુદાં પાડે છે.

સ્ટ્રેટોલૉન્ચ

વજનઃ ૨,૨૩,૭૯૬ કિલોગ્રામ, લંબાઈઃ ૭૩ મીટર, પાંખઃ ૧૧૭ મીટર, ફર્સ્ટ ફ્લાઈટઃ ૨૦૧૯

વિચિત્ર લાગતા આ ઍરક્રાફટની પાંખો ફૂટબૉલના મેદાન કરતાં પણ મોટી છે અને તેમાં ટ્‌વીન ફ્યુઝલૅગ્સ અને છ જૅટ એન્જિન આવેલા છે. માઈક્રોસૉફ્ટના કૉ-ફાઉન્ડર પૉલ એલેન દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને આ અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી મોટું જંગી કદનું બનાવવામાં આવેલું વિમાન છે.

એન્ટોનોવ એન-૨૨૫ મ્રિયા

વજનઃ ૨, ૮૫,૦૦૦ કિલોગ્રામ, લંબાઈઃ ૮૪ મીટર, પાંખઃ ૮૮.૪ મીટર, ફર્સ્ટ ફ્લાઈટઃ ૧૯૮૮

છ એન્જિન ધરાવતું આ વિમાન અત્યાર સુધીનું સૌથી વધુ વજન ધરાવતું અને આજે પણ સર્વિસમાં હોય એવું સૌથી મોટી પાંખોવાળું વિમાન હતું. પોતાના સમયનું આ એકમાત્ર એએન-૨૨૫ વિમાન હતું. રસપ્રદ વાત તો એ છે કે એવી ચર્ચા ચાલી રહી છે કે ચીન એએન-૨૨૫ પ્રોગ્રામને ફરી શરૂ કરવા માગે છે, પણ હજી સુધી આ અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

હ્યુજીસ એચ-૪ હર્ક્યુલિસ

વજનઃ ૧,૧૩,૩૯૯ કિલોગ્રામ, લંબાઈઃ ૬૬.૬૫ મીટર, પાંખઃ ૯૫.૫૪ મીટર, ફર્સ્ટ ફ્લાઈટઃ ૧૯૪૭

૧૯૪૭ એટલે કે આજથી ૭૨ વર્ષ પહેલાં આ રાક્ષસીકદનાં વિમાન ૨૬ સેક્ધડ (દોઢેક કિલોમીટર) જેટલી ઉડાન ભરનારું પહેલું અને એકમાત્ર વિમાન હતું. બીજા વિશ્ર્‌વયુદ્ધ દરમિયાન તૈયાર કરવામાં આવેલા આ વિરાટ વિમાનને ૨૦૦૪માં લિયોનાર્ડ ડિકેપ્રિયો અભિનીત ફિલ્મ ‘ધ એવિયેટર’માં દર્શાવવામાં આવ્યું હતું.

ઍરબસ એ૩૮૦-૮૦૦

વજનઃ ૨, ૭૭,૦૦૦ કિલોગ્રામ, લંબાઈઃ ૭૨.૭૨ મીટર, પાંખઃ ૭૯.૭૫ મીટર, ફર્સ્ટ ફ્લાઈટઃ ૨૦૦૫

એ૩૮૦ ડબલડૅકર વિમાન હતું અને આવું વિમાન બનાવવાના બે મુખ્ય કારણ હતા જેમાંથી પહેલું ઍર ટ્રાફિકમાં વૃદ્ધિ અને બીજું મોટા-મોટા ઍરપોર્ટ પર જોવા મળતી ગીચતાને ઘટાડવાનું. એકસાથે ૮૫૦ પ્રવાસી વહન કરવાની ક્ષમતા ધરાવનારા આ વિમાનમાં હંમેશા ૪૫૦થી ૫૫૦ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

બોઈંગ ૭૪૭-૮

વજનઃ ૨, ૨૦,૧૨૮ કિલોગ્રામ, લંબાઈઃ ૭૬.૩ મીટર, પાંખઃ ૬૮.૪ મીટર, ફર્સ્ટ ફ્લાઈટઃ ૨૦૧૦

૧૯૭૦થી સર્વિસમાં આવેલા આ વિમાને ત્રણ દાયકા સુધી સતત વિવિધ દેશોના આકાશમાં ઉડાન ભરનાર આ વિમાન ‘ક્વીન ઓફ સ્કાય’ના નામે લોકપ્રિય થયું હતું. આ ઉપરાંત ઍરબસ એ૩૮૦ની પ્રવાસી વહન કરવાની ક્ષમતા પણ બોઈંગ ૭૪૭ અને ૭૪૭-૮ શ્રેણીના વિમાનોમાં વધારે હતી.

એન્ટોનોવ એએન-૧૨૪

વજનઃ ૧, ૭૫,૦૦૦ કિલોગ્રામ, લંબાઈઃ ૬૮.૯૬ મીટર, પાંખઃ ૭૩.૩ મીટર, ફર્સ્ટ ફ્લાઈટઃ ૧૯૮૨

એએન-૧૨૪ અને એએન-૨૨૫ એક જ પરિવારના છે, પણ એએન-૨૨૫ની સરખામણીએ એએન-૧૨૪ થોડું નાનું છે, પણ બોઈંગ ૭૪૭-૮એફ આવ્યું એ પહેલાંનું દુનિયાનું સૌથી મોટું મિલિટરી ટ્રાન્સપોર્ટ વેહિકલ હોવાનો વિક્રમ એએન-૧૨૪ના નામે હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here