દીવ : વણાંકબારામાં મંદિર ચોરીનો આરોપી ઝડપાયો

0
20
Share
Share

દીવ, તા.૧૯

દીવનાં વણાંકબારામાં ગોમતી માતા બીચ પાસે આવેલ ચામુંડા માતા મંદિરની દાનપેટીમાંથી ચોરી થયેલ દીવ પોલીસમાં ફરીયાદ થતા દીવ પોલીસે એક ટીમ બનાવી આ પોલીસની ટીમે પ્રથમ સીસીટીવી ફુટેજ તપાસી અને એક યુવક હેમલ હિંમત બારીયા ઉ.વ.૨૪ ની અટકાયત કરી આ ચોર દીવની નિલેશ ગેસ્ટ હાઉસમાં નોકરી કરે છે. ચોર પાસે રોકડ રકમ ૨૦ હજાર મળ્યા જેનો પોલીસે કબ્જો લીધો  હતો આ પહેલા પણ યુવક હેમલે અન્ય મંદિરોમાં પણ ચોરી કરવાનો ગુન્હો કબુલ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ યુવક લાપતા હતો જે દીવ પોલીસે ઘણી જહેમત બાદ આ યુવક હેમલને મથુરા (યુ.પી.)થી શોધી કાઢેલ અને આરોપી હેમલની અટકાયત કરી પોલીસે રીમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. ચોરને ઝડપી પાડવા બદલ એસ.પી.હરેશ્વર સ્વામી અને પી.આઈ. પંકજ ટંડેલે પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here