દીવ તા. ૧ર
નેશનલ યુનિયન ઓફ શીફેરર્સ ઓફ ઇન્ડિયા (નુશી) ના જનરલ સેક્રેટરી અબ્દુલગની સરેંગના ભારત સરકારને રજુઆત બાદ ભારતના ર૩ શી મેન ભાઇઓ ને જગ આનંદ શીપ માંથી છોડાવ્યા. જે ચાઇના અને ઓસ્ટ્રેલીયાના વિવાદના કારણે ચાઇનામાં શીપમાં ફસાયેલા હતા. ભારત સરકારના પ્રયાસ સફળ થતા હવે આ ર૩ શી મેન ભાઇઓ તા. ૧૪ જાન્યુ.ના જાપાન પહોંચશે અને ત્યાંથી ભારત આવશે. ર૩ શી મેન ભાઇઓ ને છોડાવવા દીવ નુશી સંસ્થાના હેમલ રાજપૂત અને સભ્યો એ ભારત સરકારને મોટી સંખ્યામાં ઇમેઇલ કરેલ. શી મેન ભાઇઓનો વિવાદ પૂર્ણ થતા દીવ નુશી સંસ્થા એ સેક્રેટરી અને ભારત સરકારનો આભાર માન્યો.