દીવ જિલ્લા પંચાયત-ગ્રામ પંચાયતોના સરપંચ સભ્યોએ પ્રજા કામો કરવાના લીધા સપથ

0
19
Share
Share

ડેપ્યુટી કલેક્ટર-મામલતદાર સહિતના મહાનુભાવોની હાજરી

દીવ, તા.20

દીવ જિલ્લા પંચાયત અને ચાર ગ્રામ પંચાયતની અગાઉ ચૂંટણી પૂર્ણ થયા બાદ વિજેતા થયેલા અને બિનહરીફ ઉમેદવારોએ આજે પ્રજા કામો કરવાના સપથ લીધા હતા.

દીવ જિલ્લા પંચાયતમાં દમણથી આવેલ અધિકારી મુથમ્મા અને કલેક્ટર સલોની રાયની આજારીમાં જિલ્લા પંચાયતના 8 ઉમેદવારો તેમજ 4 ગ્રામ પંચાયતો વણાંકબારા, બુચારવાદાદા, સાઉદવાડી અને ઝોલાવાડીના અધિકારી ડાયાભાઇ આહીર અને ગજવાણી સમક્ષ સરપંચો અને સભ્યોએ એ સત્તા ગ્રહણ અને પ્રજા કામો કરવાના સપથ લીધા હતા.

આ તકે વણાંકબારાના સરપંચ મીનાક્ષીબેન જીવન, સાઉદીવાડીના સપરછ શંકર ભગવાન, બુચારવાળા સરપંચ દિપક દેવજીભાઈ, ઝોલાવાડી સરપંચ મનીષાબેન વાજાએ પ્રજાના કામો ઝડપી બનાવવા ઉપસ્થિતોને ખારી આપી હતી. જ્યારે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ બિપીનભાઈ શાહે સરપંચો અને સભ્યોએ પ્રજા ફરિયાદો સાંભળી બને તેટલી વહેલી ટકે ઉકેલવા તાકીદ કરી હતી. જિલ્લા પંચાયત સભ્યો અને ગ્રામપંચાયત સભ્યો તેમજ સરપંચોએ સપથ ગ્રહણ કર્યા ત્યારે ડેપ્યુટી કલેક્ટર હરમિન્દર સીંઘ, મામલતદાર ચંદ્રહાસ વાજા ખાસ હાજર રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here