દીવ : ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયેલા બે શખ્સો ૧૪ દિવસનાં રિમાન્ડ પર

0
12
Share
Share

આરોપીઓનાં કબ્જામાંથી પાંચ ચોરાઉ મોબાઈલ મળતા પાંચ ચોરીનો ભેદ ખુલ્યો

દીવ, તા.૧૫

દીવના કોસ્ટલ વિસ્તારના તડ ચેક પોસ્ટ પાસેથી બેલડીને ઝડપી લઈ છ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે ૧૪ દિવસની રિમાન્ડ પર સોંપવા અદાલતે હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ દીવમાં વધતી જતી ચોરીના બનાવોને ડામી દેવા અને વણ ઉકેલ બનાવો શોધી કાઢવા એસ.પી.હરેશ્વર સ્વામીએ આપેલી સૂચનાને પગલે કોસ્ટલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પુનિત મીણા અને હેડ કોન્સ્ટેબલ વિજય રાઠોડ સહિતનો સ્ટાફ તડ ચેક પોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે વ્યક્તિઓ નરેશ નાનજીભાઈ વાઘેલા અને વીજુડા વિનોદભાઈ મેઘાભાઈ બન્ને શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેમની તપાસ કરતા તેમની પાસેથી ફરિયાદીનો તેમજ અન્ય પાંચ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવેલ જે બાબતમાં કડકાઈથી પુછપરછ કરતા ઉપરોક્ત આરોપીઓએ તમામ મોબાઈલ ફોનની ચોરી કબુલ કરેલ. તમામ આરોપીઓને દીવ કોર્ટમાં રજૂ કરતા બન્ને આરોપીઓને ૧૪ દિવસની ન્યાયીક હીરાસતમાં અમરેલી જેલમાં મોકલી આપેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here