દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી યોજાઇ

0
18
Share
Share

દીવ તા.૧૭

આશરે ૩૦૦ વર્ષ પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દીવ બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણ માસની માસિક શિવરાત્રીને મહાશિવરાત્રીની જેમ જ પવિત્ર શિવરાત્રી મનાવવામાં આવી. જેમાં દીવના સમસ્ત ભૂદેવો પવિત્ર શિવરાત્રી નિમિતે હાટકેશ્વર મહાદેવને લઘુરૂદ્ર અભિષેક જેમાં ગંગાજ શ્રીફળ, પાણી, ભાંગ, અત્તર, દહીં, દૂધ, ઘી, મધ વગેરે પ્રકારના દ્રવ્યો દ્વારા મહાદેવજીને વેદોકત મંત્રોચ્ચાર દ્વારા દર્શનાર્થીઓના સ્વહસ્તે અભિષેક કરવામાં આવ્યું. બપોરે ત્રણ વાગ્યે પૂજન, શિવ આરાધના અને સાંજે દીપ માળા તથા શણગાર દર્શન અને આરતી થઇ અને પ્રસાદ બાદ ભૂદેવો દ્વારા વિશ્વ કલ્યાણ અને મહામારી કોરોના નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી. મંદિરમાં શિવભકતોએ માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સીંગની તકેદારી રાખી દીવ બ્રહ્મ સમાજ પ ્રમુખ તથા મંદિર સંચાલક રોહિત આચાર્ય (પ્રભુ) તથા કાર્યકર્તાઓને પૂજારીએ જહેમત ઉઠાવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here