દીવમાં રક્તદાન કેમ્પ યોજાયો

0
17
Share
Share

કોલેજ, રાષ્ટ્રીય સેવા યોજના અને દીવ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ

દિવ, તા.૧૪

નેશનલ વોલીન્ટર બ્લડ ડોનેશન ડે નીમીતે દીવ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ, દીવ કોલેજ અને દીવ બ્લડ બેંકના સંયુકત ઉપક્રમે રકતદાન શિબિર યોજાયો. આ કેમ્પમાં જૂના તેમજ વર્તમાન એનએસએસ સ્વયંસેવકોએ બ્લડ ડોનેટ કર્યુ રક્તદાન કેમ્પમાં કોલેજના પ્રાર્ચાય વૈભવ રીખારી, હેલ્થ ઓફિસર ડો.કાસીમ સુલતાન, બ્લડ બેંક મેડીકલ ઓફિસર ડો.એસ.એસ.શાહુના માર્ગદર્શનથી કરાયો બ્લડ બેંકના ટેકનીશીયન મયંક પટેલ, રવિ બારૈયાએ સેવા આપી કોલેજ સમિતિના અઘ્યક્ષ દિપક સોંદરવા, અલ્પેશ ભીમાણી, સાગર ઉપાઘ્યાયે સહયોગ આપ્યો સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પો.કોકિલા ડાભી દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here