દીવમાં દિવાળી-નવું વર્ષ ઉજવવા પર્યટકોનો ભારે ઘસારો

0
16
Share
Share

પોલીસે સુંદર ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી

દીવ, તા.20

કોરોના મહામારીને લીધે દીવમાં પર્યટકોની સંખ્યા ઘટશે તેવી તંત્રની ધારણા ઉંધી પડી હતી. દીવ તમામ ફરવા લાયક સ્થળોએ માનવ મહેરામણથી ઉભરાયું હતું. શહેરના તમામ ગેસ્ટહાઉસો અને હોટેલો હાઉસફૂલ થઇ ગઈ હતી. શરાબની દુકાનોમાં પ્યાસીઓની લાઈન લાગી હતી.

ફરવા લાયક સ્થળો ઘોઘલા અને નાગવા બીચ તેમજ કિલ્લો અને સનસેટ પોઇન્ટ ઉપર પર્યટકોની ભારે ભીડ જામી હતી. અમુક જગ્યાએ પર્યટકોએ કોરોના માર્ગદર્શિકાનુ પાલન નહોતું કર્યું તો અમુક જગ્યાએ તંત્રએ આ બાબતે પ્રજામાં જાગૃતિ ફેલાવીને સલામતી બક્ષવા કોરોના મહામારીથી વાકેફ કાર્ય હતા.

અત્રે એ નોંધનીય છે કે, અહીં દિવાળી અને નવા વર્ષને ઉજાવવા ઉમટી પડેલી પર્યટકોની ભીડને લઈને દીવ જિલ્લા પોલીસ વડા હરેશ્વર સ્વામી અને પીઆઇ પંકજ ટંડેલ દ્વારા દરેક ટ્રાફિક પોઇન્ટની વિઝીટ કરી પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. માનવ મહેરામણ વચ્ચે પણ દીવમાં કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માતનો બનાવ બન્યો ન હોવાથી સ્થાનિક પોલીસની પ્રશંશા થઇ રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here