દીવમાં કોરોના પ્રત્યે જાગૃતિ દાખવવા કલેક્ટરની અપીલ

0
16
Share
Share

કલેક્ટર, સ્વાસ્થ્ય અને ટુરિઝમ તંત્ર સતર્ક

દીવ, તા.20

દીવ જિલ્લો હાલના દિવસોમાં કોરોના મુક્ત બન્યો છે પણ છતાં લોકોએ સાવધ રહેવા કલેક્ટર સહિતના સરકારી તંત્રોએ પ્રજાને અપીલ કરી છે.

જાણકારો કહે છે કે અહીં કોરોના મહામારીને અંકુશમાં રાખવા બદલ સરકારી તંત્રો અને સ્થાનિક પ્રજાનો સહકાર કારણભૂત છે. સ્વયં લોકો વધુ જાગૃત થઈને કોરોના મહામારીથી સાવધ થઇ રહ્યાં છે.

કલેક્ટર સલોની રાયનું કહેવું છે કે અગાઉ દીવમાં 318 કેસ કોરોનાના નોંધાયા હતા. હવે દીવ જિલ્લામાં કોરોના વધુ ન વકરે તે માટે કલેક્ટર, સ્વાસ્થ્ય અને ટુરિઝમ વિભાગ સ્ટાર્ક છે. સાથે લોકો પણ કોરોના માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરે, માસ્ક પહેરે અને ઘરથી બહાર આવતા,જતા સૅનેટાઇઝરનો ઉપયોગ કરતા થાય તેવી કલેક્ટરની અપીલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here