દીવ તા. ૧૩
દીવના ઘોઘલામાં સાંજે સાત કલાકે કાર અને સાયકલ વચ્ચે અકસ્માત થતા સાયકલ સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યુ થયુ.
સાંજે સાત કલાકે ફોર વ્હીલર ક્રેટ્રા કાર જે ઘોઘલા બીચ ઉપર જઇ રહેલ કારમાં બે ફેમીલી હતા. કાર ઘોઘલા પાણી ટાંકા પાસે પહોંચતા સાયકલ સાથે અકસ્માત સર્જાતા સાયકલ ચાલક સુરેશ પાંચા ચુંદડીયા ઉ.વ. પ૩ રહે. ઘોઘલા ને અકસ્માતમાં માથામાં ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ થયુ. દીવ એસપી અનુજકુમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા.
દીવ પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી કેસની તપાસ એસપી અનુજકુમાર, એસએચઓ, પીઆઇ પંકજ ટંડેલના માર્ગદર્શનમાં પીએસઆઇ પુનીત મીના કેસની તપાસ કરી રહેલ છે.