દીવમાં એકસાઇઝ સબ ઇન્સ્પેક્ટરને વિદાયમાન અપાયું

0
26
Share
Share

દીવ, તા.૧

દીવમાં એકસાઇઝ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મુકેશરાય ગુલાબચંદ વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

તેઓ ૧૯૮૯માં એકસાઇઝ વિભાગમાં આસિસ્ટન્ટ એકસાઇઝ ગાર્ડ તરીકે ફરજ શરુ કરી હતી. સતત ૩૧ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આજે તેઓને વિદ્યમાન આપવાના એક કાર્યક્રમનું આયોજન એકસાઇઝ કચેરીમાં કરાયું હતું. આ તકે એકસાઇઝ ઇન્સ્પેક્ટર દીક્ષિત આર.ચારણિયા દ્વારા તેમનું બુકે આપી, શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. આ તકે મુકેશકુમારે સૌનો આભાર માન્યો હતો.

દીવમાં રક્તપિત્ત દિવસ ઉજવાયો

મહાત્મા ગાંધી નિર્વાણ દિનને સમગ્ર વિશ્વમાં રક્તપિત્ત દિવસ તરીકે ઉજવાય છે. જે સંદર્ભે દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચાર ગ્રામપંચાયતોમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં તબીબો દ્વારા લોકોને સ્પર્શલેપ્રસી રોગ જન જાગૃતિ અભિયાન અંગે માહિતી અપાઈ હતી.

આ તકે આરોગ્ય અધિકારી ડો.કાસીમ સુલતાને કહ્યું કે દીવ જિલ્લામાં લેપ્રસીના દદર્ીઓ નહિવત છે. આ રોગ પૂર્ણ સારવારથી મટી શકે છે.

દીવમાં હોટેલ મહેશ્વરીથી વણાંકબારા સુધી ડીસ્ટ્રીકટ રોડની માપણી કરતુ તંત્ર

દીવના સાઉદીવાડીમાં હોટેલ મહેશ્વારીથી વણાંકબારા સુધીનો રોડ તંત્ર દ્વારા મેજર ડિઝિટરિકત રોડ બનાવવા બાબતે સામાજિક મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિએ અત્યાર સુધીમાં બેઠકો પૂર્ણ કાર્ય બાદ મેજર ડીસ્ટ્રીકટ રોડ માટેની માપણીનો પ્રારંભ કર્યો હતો.

આ રોડ આશરે દોઢ થી બે કીમીનો છે. ૨૮૩ લોકોની જમીન, મકાનોને અસર કરશે.ગ્રામજનોએ માપણીનો વિરોધ કરતા એસપી અનુજકુમાર અને મામલતદાર ચંદ્રહાસ વાજાએ ગ્રામજનોની ગેરસમજને દૂર કરતા માપણી થઇ હતી.આ માપણીનો રિપોટર્ દીવ કલેક્ટર સલોની રાયને સુપ્રત કરાયા બાદ લોકસુનાવણી હાથ ધરાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here