દીપ સિદ્ધૂની ધરપકડ કરાવવા પર ૧ લાખનું ઇનામઃ દિલ્હી પોલીસની જાહેરાત

0
26
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩

પ્રજાસત્તાક દિવસના પ્રસંગે લાલ કિલ્લામાં થયેલી હિંસા અને ધાર્મિક ધ્વજ ફરકાવવા મામલે દિલ્હી પોલીસે મોટી જાહેરાત કરી છે. દિલ્હી પોલીસે પંજાબી એક્ટર દીપ સિદ્ધૂ, જુગરાજ સિંહ, ગુરજોત સિંહ અને ગુરજંત સિંહની ધરપકડ માટે સમાચાર આપનારાને એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

દિલ્હી પોલીસે આ લોકોની જાણકારી આપનારાને ૧ લાખ રૂપિયાનું રોકડ ઇનામની જાહેરાત કરી છે. આટલુ જ નહી દીપ સિદ્ધૂ સિવાય કેટલાક લોકોની ધરપકડ માટે ૫૦,૦૦૦ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે લાલ કિલ્લા હિંસા મામલે તેમાં સામેલ જાલબીર સિંહ, બૂટા સિંહ, સુખદેવ સિંહ અને ઇકબાલ સિંહની ધરપકડ માટે ૫૦,૦૦૦ રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.

મહત્વપૂર્ણ છે કે ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ચર્ચામાં આવેલા પંજાબી એક્ટર દીપ સિદ્ધૂનું નામ પોલીસ ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યુ છે.

લાલ કિલ્લા પર નિશાન સાહિબનો ધ્વજ ફરકાવવા અને હિંસા માટે કેટલાક ખેડૂત નેતાઓએ સિદ્ધૂને જવાબદાર ઠેરવ્યો હતો. ખેડૂત નેતાઓનો આરોપ છે કે સિદ્ધૂએ લોકોને હિંસા માટે ભડકાવ્યા હતા.

ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ખેડૂતોના ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાનો આરોપ દીપ સિદ્ધૂ પર લગાવ્યો છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા ગુરનામ સિંહ ચંઢૂનીએ કહ્યુ કે કિસાન સંગઠનોના લાલ કિલ્લા પર જવાનો કોઇ કાર્યક્રમ નહતો. દીપ સિદ્ધૂએ ખેડૂતોને ભડકાવ્યા અને આઉટર રિંગ રોડથી લાલ કિલ્લા સુધી લઇ ગયો હતો. આ મામલે એફઆઇઆરમાં સિદ્ધૂનું પણ નામ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here