દીપિકા પાદૂકોણ જોન સિનાની એક ટેલેન્ટ એજન્સીમાં કરશે કામ

0
27
Share
Share

મુંબઈ,તા.૨૩

નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એક વખતથી હોલીવૂડને પોતાની કળા બતાવવા તૈયાર થઈ રહી છે. તેણે અમેરિકાની એક ટેલેન્ટ મેનેજમેંટ એજન્સી આઈસીએમ પાર્ટનર્સને હોલીવૂડમાં પોતાનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે. આ ટેલેન્ટ એજન્સી દીપિકાને કેટલાક હોલીવૂડ પ્રોજેક્ટ અપાવવામાં મદદ કરશે. દેશમાં રહીને દીપિકા સતત ફિલ્મોતો કરી જ રહી છે. હવે તે ઈચ્છે છે કે તેને વિદેશોમાંથી પણ ફિલ્મોની ઓફર મળે અને વિદેશોમાં પણ તેનું નામ બને. દેશની હાલની અભિનેત્રીઓમાં દીપિકાનું નામ સૌથી ઉપર છે. તે કમાણીમાં પણ ખુબ જ આગળ છે. દીપિકા પાદૂકોણ ફિલ્મોમાં કામ કરવાના મામલામાં પણ નંબર વન છે.

કમાણીમાં તો દીપિકા ઘણા અભિનેતાઓને પણ પાછળ છોડી દે છે. જ્યારે દેશમાં તેનું આટલુ વર્ચસ્વ છે તો પછી તે દૂનિયા ભરમાં કેમ ન ફેલાવે ? એટલા માટે દીપિકા પાદૂકોણે નિર્ણય કર્યો છે કે તે હોલીવૂડમાં પણ કામ કરતી રહેશે. જે પ્રકારે દેશી ગર્લના નામથી જાણતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હિંદી ફિલ્મો ઓછી અને અંગ્રેજી ફિલ્મો વધારે કરી રહી છે. તે જોઈને દીપિકા પાદૂકોણ પણ આગળનું વિચારી રહી છે. આમ તો હવે દીપિકા માટે ભાષાને લઈનો કોઈ પ્રોબ્લેમ નથી રહ્યો. શરૂઆતથી જ દીપિકા હિંદી ફિલ્મોમાં કામ કરતી રહી અને પોતાનું નામ બનાવતી રહી છે. હાલમાં જ દીપિકાએ તેલુગુ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા પ્રભાસની સાથે એક ફિલ્મની જાહેરાત કરી છે. જેનું નિદર્શન નાગ અશ્વિન કરશે. ફિલ્મ વિશે હજુ કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ દીપિકાએ આ સાથે ઉત્તરથી દક્ષિણની ઉડાન ભરી લીધી છે.

હવે વારો છે દેશથી વિદેશ સુધી પહોંચવાની. એટલા માટે દીપિકાએ અમેરિકાની ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી આઈસીએમ પાર્ટનર્સની સાથે હાથ મેળવ્યો છે. દીપિકાએ જે ટેલેટ મેનેજમેન્ટ એજન્સીની સાથે હોલીવૂડની સફર આગળ વધારવાની તૈયારી કરી છે. તે એજન્સી જોન સીના, રેજિના કિંગ,ઓલિવિયા કોલમન, લાના કોંડોર,ઈયાન સોમરહલ્ડર જેવા કલાકારોને પણ મેનેજ કરે છે. હવે દીપિકા પાદૂકોણ પણ તેનો ભાગ છે. હવે એ નક્કી છે કે દીપિકા પાદૂકોણ જલદીથી કોઈ હોલીવૂડ પ્રોજેક્ટમાં નજરે પડશે. દીપિકાએ પહેલા પણ હોલીવૂડમાં પોતાની ઉપસ્થિતિ દાખલ કરાવી છે. વર્ષ ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ ટ્રિપલ એક્સ – રિટર્ન ઓફ જેંડર કેજમાં એક મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here