દીપિકાને ગભરામણ થાય છે મને સાથે રહેવા મંજૂરી આપો

0
30
Share
Share

રણવીર સિંહની એનસીબીને અરજી
દીપિકાની પૂછપરછ પહેલાં રણવીરનીે અરજી પર હાલમાં એનસીબી દ્વારા હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી
મુંબઈ,તા.૨૫
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો અને રિયા ચક્રવર્તી તેનાં ભાઇ શોવિક ચક્રવર્તી તેમજ સુશાંતનાં સ્ટાફની ધરપકડ થઇ ગઇ. તેમજ કેટલાંક ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ થઇ ગઇ છે. તેમનાં દ્વારા ઘણાં બોલિવૂડ સેલિબ્રિટીઝનાં નામ સામે આવ્યાં છે. જે બાદ ઘણાં સેલિબ્રિટીઝ એનસીબીની રડારમાં છે. દીપિકા પાદુકોણની પૂછપરછ પહેલાં રણવીર સિંહે જે અરજી કરી છે તેમાં તેને કહ્યું છે કે, દીપિકાને ક્યારેક ક્યારેક ગભરામણ અને પેનિક અટેક આવે છે તેથી તેને તેની પત્ની સાથે રહેવાની અનુમતિ આપવામાં આવેલ રણવીર સિંહની આ અરજી કરી છે કે, તે કાયદાકીય નિયમો જાણે છે કે, તે તપાસ સમયે હાજર નથી રહી શકતો, પણ એનસીબી કાર્યાલયની અંદર આવવા સુધીની તેને અનુમતિ આપવામાં આવે, જોકે, હજુ સુધી તેની આ અરજી પર એનસીબી તરફથી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગુરુવારે રાત્રે ગોવાથી મુંબઇ પહોંચી ગયો છે. દીપિકા એનસીબીનાં નિશાને પર વ્હોટ્‌સએપ ચેટ દ્વારા પહોંચી છે. ખરેખરમાં એનસીબીને ૨૦૧૭ની વ્હોટ્‌સએપ ચેટનાં આધારે પૂછપરછ માટે બોલાવી છે. આ ચેટ ટેલેન્ટ એજન્ટ જયા સાહાનાં મોબાઇલ ફોનથી એનસીબીને મળી છે. જયા સાહા એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ટેલેન્ટ મેનેજર હતી. જયા સાહાની પૂછપરછ દરમિયાન ઘણાં ખુલાસા કર્યા છે જેને કારણે તે બોલિવૂડનાં મોટા સેલેબ્સ પર એનસીબીનાં રડારમાં આવી ગયા છે. આ પહેલાં ગુરુવારે મોડી સાંજે સારા અલી ખાન પણ ગોવાથી તેની માતા અમૃતા સિંહ સાથે મુંબઇ આવી ગઇ છે. એક્ટ્રેસ રકુલપ્રીત અને દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશથી એનસીબી પૂછપરછ કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here