મુંબઈ,તા.૩૦
શાહરૂખ ખાનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કિંગ ખાન આ વિડીયો માં ખૂબ જ આકર્ષિત દેખાય રહ્યો છે વિડીયો માં તે સુહાના ખાન અને પુત્ર અબ્રામ સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, એરપોર્ટ પર કિંગ ખાન લાંબા વાળો અને ટોપી પહેરીને જોવા મળ્યો હતો, આપને જણાવીએ કે તેનો આ લુક તેની આગામી ફિલ્મ ‘પઠાન’નો છે.
શાહરુખ ખાને પુત્રીને લઈને કહ્યું કે તે લાંબા સમયથી કોરોના મહામારીને લઈને તેઓ મુંબઈ જ રોકાઈ હતી. હવે તે આગળના અભ્યાસ માટે ન્યૂયોર્ક જઈ રહી છે. તે સોશિયલ મીડિયા પણ ખૂબ એક્ટિવ છે અને તેના ફોલોઅર્સ પણ ઘણા છે.
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો, તે છેલ્લી વાર ૨૦૧૮ માં રીલીઝ થયેલી ફિલ્મ ‘જીરો’ માં જોવા મળ્યો હતો.હવે બે વર્ષનાલાંબા બ્રેક બાદ ફરી એક વાર ફિલ્મ ‘પઠાન‘માં જોવા મળશે . ફિલ્મમાં શાહરુખની અપોજિટ દિપિકા પાદુકોણ જોવા મળશે. દિપિકા અને શાહરુખની સાથે આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા બંને ઓમ શાંતિ ઓમ, ચેન્નાઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યૂ યરમાં કામ કરી ચૂક્યા છે .