અંકલેશ્વર,તા.૨૨
ઝઘડિયાનું બલેશ્વર ગામ કદાચ આમિર ખાનની ફિલ્મ દંગલની સિક્વન્સ બની શકે. દીકરીના ક્રિકેટ પ્રત્યેના ઝનૂનને પિતાએ પીઠબળ પૂરું પાડ્યું છે. ગુજરાત મહિલા ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેન અને ફાસ્ટ બોલર મુસ્કાન વસાવા પરફોમન્સના દમ પર ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવાની જીદ્દ જોવા મળી રહી છે. ગુજરાત મહિલા ક્રિકેટરની સિનિયર ટીમમાં મુસ્કાન વસાવાની પસંદગીએ જિલ્લાની પહેલી મહિલા ક્રિકેટરની સફળ આમીરખાનની દંગલ ફિલ્મ સાથે મળતી આવે છે. અહીં માત્ર ફરક એટલો છે. કે પુત્રીને ક્રિક્રેટ પ્રત્યેનો લગાવ છે. જે જોઈને પિતાએ દીકરીનું ક્રિકેટરનું સપનું પૂરું કરવા માટે કોઈજ કસર છોડી નથી. પુત્રીની લગન જોતાં સમાજને પાછળ મૂકી પિતાની દીકરીને નેશનલ ખેલાડી બનાવની લડાય જોવા મળી છે. મુસ્કાનના પિતા ચંદ્રકાન્ત વસાવા ક્રિકેટ પ્રત્યેનો પ્રેમને લઇ ક્રિકેટ રમવા જતા હતા.
જ્યાં દીકરા પણ આવતી હતી. ગામના ગ્રાઉન્ડમાં પિતાને મેચ રમતા જોઈ નાનકડી મુસ્કાનને ક્રિકેટર બનાવની જીદ જોવા મળી. જેથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. ઝઘડિયાના નાનકડા બલેશ્વર ગામમાં પિતાએ તેના માટે પ્રેક્ટીસ કરવા આખું ગ્રાઉન્ડ ઉભું કરી દીધું છે. તે પૂર્વે સારી કોચિંગ અપાવા માટે ચંદ્રકાન્તભાઈ વસાવા પુત્ર અને પુત્રી ને લઇવડોદરા કોચિંગ કરાવા ની શરૂઆત કરી હતી પરંતુ ગાયકવાડી સ્ટેટ માં ભરૂચ ના આવતા પુત્રી આગળ વધતા અવરોધ ઉભો થઇ રહ્યો હતો જેને લઇ પિતાએ તેને બરોડા ક્રિકેટ એસોસિયેશન પાસેથી એનઓસી મેળવી ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન વાટી રમાડવાની શરૂઆત કરી હતી.
ત્યાંથી શરૂ થઇ મુસ્કાનની સફળતાની. ટ્રાઇબલ વિસ્તારની દીકરી ક્રિકેટ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. દીકરીને ઉચ્ચ ટ્રેનિંગ માટે પિતાએ ફિઝિયોથી લઇ સારા કોચ પણ સુવિધા ઉભી કરવામાં કોઈજ કસર ન છોડી. તેને અંકલેશ્વર ખાતે આવેલા હાઈ ટચ ક્રિકેટ એકેડેમી ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ એસોસિયેશનના માર્ગદર્શન હેઠળ ટ્રેનિંગ મેળવી રહી છે. ભરૂચ ડીસ્ટ્રીક ક્રિકેટ વતી અન્ડર-૧૯ ગુજરાત ટીમમાં સિલેક્ટ થઇ. જ્યા અંતર રાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદશન કરી ૪ ફિફટી અને ફાસ્ટ બોલર બની વિકેટો પણ ખેરવી ઓલરાઉન્ડર તરીકે ઓળખ ઉભી કરી હતી.