દિશા રવિને પટિયાલા હાઉસ કૉર્ટે ૩ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી

0
25
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૯

ટૂલકિટ મામલે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની પોલીસ કસ્ટડી શુક્રવારના ખત્મ થઈ રહી હતી. તેને આજે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કૉર્ટમાં હાજર કરી. ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની દિલ્હી પોલીસની અરજી પર કૉર્ટે ચુકાદો સંભળાવ્યો. દિલ્હી કૉર્ટે દિશાને ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે કૉર્ટને જણાવ્યું કે તે શાંતનુ અને નિકિતાની સામે દિશાની પૂછપરછ કરવા ઇચ્છે છે.

પટિયાલા હાઉસ કૉર્ટમાં દિલ્હી પોલીસના વકીલ ઇરફાન અહમદે ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. અહમદે કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન દિશા પ્રશ્નોના જવાબ આપવામાં આનાકાની કરી રહી છે. અહમદે અદાલતને જણાવ્યું કે, દિલ્હી પોલીસે શાંતનુને નોટિસ પાઠવી છે. દિશાએ શાંતનુ અને નિકિતા જૈકબ પર ઠીકરું ફોડ્યું છે, આ કારણે અમે તેમને સામસામે બેસાડીને પૂછપરછ કરવા ઇચ્છીએ છીએ. પોલીસે શાંતનુને ૨૨ ફેબ્રુઆરીના તેની સામે હાજર થવા કહ્યું છે.

દિશા રવિના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કેશ ડાયરી રજૂ કરવા માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે પોલીસ તરફથી અનેક દાવા કરવામાં આવી રહ્યો છે. અગ્રવાલે ડાયરી સાથે છેડછાડની શક્યતા પણ વ્યક્ત કરી. એડવોકેટ અભિનવ સેખરીએ લીગલ ઇન્ટરવ્યૂની માંગ કરી ત્યારબાદ અદાલતે લૉકઅપમાં દિશા રવિને મળવાની પરવાનગી આપી. અદાલતને જણાવવામાં આવ્યું કે, દિશા રવિએ જામીન અરજી આપી છે, જે ૨૦ ફેબ્રુઆરીના સુનાવણી માટે આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here