દિશા પટણીને રેડ બિકનીમાં જોઇને શ્રોફ ફેમીલીએ આપી પ્રતિક્રિયા

0
26
Share
Share

મુંબઈ,તા.૧૪

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસ અને બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં જ રહે છે. દિશા સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવાર નવાર પોતાની સુંદર તસવીરો શેર કરે છે. આ વચ્ચે તેણે હાલમાં જ એક પોતાનો એક બીચ લૂક ફોટો શેર કર્યો છે. જેના શેર થયા પછી સોશિયલ મીડિયામાં ચારે બાજુ આ ફોટોની જ ચર્ચા છે. વળી આ ફોટો પણ તેટલો હોટ છે બધાની નજરે આ તસવીરથી હટતી નથી. આ ફોટોમાં દિશાએ રેડ રંગની હોટ બિકની પહેરી છે અને તે સમુદ્ર કિનારે પોતાના કર્વ્સ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. દિશાની આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.

ફોટોમાં દિશાનો આ બોલ્ડ અંદાજ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહીં તેના આ ફોટો પર ટાઇગર શ્રોફની મા આયશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફે પણ કોમેન્ટ કરી છે. દિશાની આ તસવીરે બધાને જ હેરાન કરી લીધા છે. જેને તેણે સન ઇમોજી સાથે પોસ્ટ કરી છે. દિશાની આ તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ લાઇફ હિન્દીની પોતાની એક રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી હતી કે દિશા પટણી અને ટાઇગર શ્રોફ બંને હાલ માલદિવ્સમાં વેકેશન ઓન્જોય કરી રહ્યા છે. જો કે આ માટે દિશા અને ટાઇગર બંને અલગ અલગ માલદિવ્સ પહોંચ્યા હતા. અને બંને પોતાની એક સાથે તસવીર શેર નથી કરતા. જે વાત લોકોના મનમાં વધુ શંકા અને ક્યુરિઓસિટી ઊભી કરી રહી છે.

જો કે આ બંને કલાકારોની બોલ્ડનેશ હાલ સોશિયલ મીડિયામાં કહેર વરસાવી રહી છે. દિશા પટણી સિવાય ટાઇગર શ્રોફે પણ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના એબ્સ અને કસાયેલું શરીર ફ્લોન્ટ કરતા નજરે પડે છે. ટાઇગર શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ શેરલેસ ફોટો શેર કરી છે. જેમાં તે દરિયા કિનારે ઊભા રહીને અલગ અલગ પોઝ આપી રહ્યા છે. ટાઇગરની શાનદાર બોડી જોઇને અનેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. વધુમાં ટાઇગરે તેના ફોટો શેર કરવાની સાથે રસપ્રદ પોસ્ટ પણ કરી છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here