દિશાએ ફ્રોડને કારણેે બી-ગ્રેડ ફિલ્મો કરવી પડી હતી

0
26
Share
Share

ઉલ્ટા ચશ્મામાં જલદીથી પરત ફરશે
દિશા વાકાણીએ દીકરીનાં જન્મ બાદ શો છોડી દીધો હતો
મુંબઇ, તા.૧૮
તારક મેહતા કા ઉલટા ચશ્મામાં તેની શાનદાર એક્ટિંગથી લોકોને હસાવનારી અને ઘર ઘરમાં પ્રખ્યાત દયાબેન એટલે કે દિશા વાકાણીનો આજે ૪૨મો જન્મ દિવસ છે. દિશા વાકાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ ૧૯૭૮નાં ગુજરાતનાં અમદાવાદ શહેરમાં થયો હતો. ગુજરાતી થિએટરથી કરિઅરની શરૂઆત કરનારી દિશા વાકાણી આજે ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તેની શાનદાર એક્ટિંગનાં આજે સૌ કોઇ દિવાના છે. પણ દીકરીનાં જન્મ બાદ દિશાએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહી દીધુ હતું. જોકે હવે એવી વાતો છે કે, દિશા જલદી જ શોમાં રિ એન્ટ્રી કરશે. ત્યારે ચાલો દિશાનાં જીવન સાથે જોડાયેલાં કેટલાંક રોચક કિસ્સાઓ પર નજર કરીએ. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીએ દયા બેનનું કેરેક્ટર અદા કર્યુ અને તેમની ગજબ એક્ટિંગ અને બોલવાનાં લહેકાથી કોમેડી ક્વિન બની ગઇ. પણ આ શો પહેલાં દિશાએ ઘણી જ સ્ટ્રગલ કરી હતી. દિશા વાકાણીથી દયા ભાભી સુધીની સફર સહેલી ન હતી. તેણે ઘણી મહેનત કરી છે. ખુબ ઓછા લોકો જાણે છે કે, દિશા વાકાણીએ કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કારણ કર્યુ છે. ૧૯૯૭માં આવી ફિલ્મ ’કમસિનઃ ધ અનટચ્ડ’માં દિશા વાકાણીએ ઘણાં બોલ્ડ સિન્સ આપ્યાં હતાં. દિશાએ ઐશ્વર્યા રાય બચ્ચન અને રિતિક રોસનની જોધા અકબરમાં કામ કર્યુ છે તો શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષિતની ’દેવદાસ’માં તેણે કામ કર્યુ છે. આ સીવાય તે આમિર ખાનની ફિલ્મ ’મંગલ પાંડે’માં પણ નજર આવી હતી. જોકે તેને ખરી ઓળખ ટીવી સિરિયલ તારક મેહતા કા ઉલટા ચશ્માથી જ મળી હતી. દિશાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં કબુલ્યું હતું કે, એક્ટ્રેસનું કહેવું છે કે, તેને તેનાં ભૂતકાળ પર કંઇ અફસોસ નથી. તેને શરૂઆતમાં ખબર ન હતી કે ઇન્ડસ્ટરીમાં ક્યાં અને કોની પાસેથી સારુ કામ મળશે.
શરૂઆતમાં તેને ઘણાં મિત્રો મળ્યા જેમાંથી ઘણાં તો જુઠ્ઠા હતાં. ઘણી વખત એવું થતું કે તેને કામ તો મળતું પણ તેને પૈસા નહોતા મળતા. અને ઘણી વખત પૈસા મળે તો કામ બકવાસ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here