દિવ મલાલા સ્મશાન ભૂમિ પાસે કેબલમાં શોર્ટ સર્કિટ થતા ઘાસમાં અચાનક ભભૂકી આગ

0
20
Share
Share

દિવ ફાયરનાં જવાનો દ્વારા આગને કાબુમાં લેતા પગલે દુર્ઘટના ટળી

દિવ, તા.૨૬

દિવ મલાલા સ્મશાન ભૂમિ પાસે કેબલમાં શોર્ટ સર્કિટ થતા જમીનમાં ઉગેલ ઉભા સૂકા ઘાસમાં અચાનક આગ પ્રસરી હતી. ઉપેન્દ્ર વાજા દ્વારા દિવ ફાયર સ્ટેશનનો સંપર્ક સાધતા તરત જ દિવ ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી ભીષણ આગને કાબુમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે આગ વિકરાળ રૂપ લે એ પહેલા દિવ ઈન્ચાજર્ ફાયર સ્ટેશન ઓફિસર મનોજ જાદવના માર્ગદર્શન હેઠળ લીડીંગ ફાયરમેન રાજેશ બામણીયા, ભરત દેવચંદે, ફાયરમેન મિતેષ બારીયા, ભવ્યેશ સિકોતરીયા, વંદન બારીયા ડ્રાઈવર ઓપરેટર બંટી મિના, નંદકુમાર પાટીલ અને ઈમરાન નાદ દ્વારા ઘટના સ્થળે પહોંચી સમયસર યોગ્ય કાર્યવાહી ના પગલે અન્ય કોઈ જગ્યા કે વ્યક્તિને નુકશાન નહી થતા મોટી અનહોની તળી હતી.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here